સુરતના એક ગામમાં બે મહિલાએ એકબીજાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

PC: depositphotos.com

લગ્ન બાદ પતિ અથવા પત્નીને અન્ય યુવતી કે યુવક સાથે આડો સંબંધ હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે પરિણીતાઓએ પતિના મિત્ર દુષ્કર્મ કર્યું હોવાની સામસામે ફરિયાદ નોંધાવી છે. મહત્વની વાત છે કે એકની પત્નીએ પતિના મિત્ર સામે અને તેના સાગરિતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા બીજા મિત્રની પત્નીએ પણ ફરિયાદ કરનારના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. એટલે એવું કહી શકાય કે, આ ઘટનામાં બે મિત્રોના એક બીજાની પત્ની સાથેના આડા સબંધની પોલ ખૂલી જવાના કારણે બંનેની પત્નીઓએ પતિના મિત્રો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેથી જઆ કિસ્સો ચર્ચામાં આવ્યો છે. 

રિપોર્ટ અનુસાર માંગરોળના એક ગામ મનીષા(નામ બદલ્યું છે.) નામની યુવતી તેના પતિ મનીષ(નામ બદલ્યું છે.) સાથે રહેતી હતી. મનીષ મજૂરીકામ માટે અવારનવાર બહાર જતો હતો. એક દિવસ જ્યારે મનીષ બહાર ગયો હતો ત્યારે તેની પાડોશમાં રહેતા મનીષનો મિત્ર મહેશ(નામ બદલ્યું છે.) મનીષા પાસે આવ્યો હતો. મનીષાની એકલતાનો લાભ લઇને મહેશે મનીષા સાથે દુષ્કર્મ કર્યું. તો આ ઉપરાંત મહેશે એવી ધમકી મનીષાને આપી હતી કે જો મનીષા આ બાબતે કોઈને પણ માહિતી આપશે તો મહેશ તેને સમાજમાં બદનામ કરી દેશે. આ મામલે મનીષા એ જે ફરિયાદ નોંધાવી છે તેમાં મહેશ અને તેના અન્ય સાગરિતના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેની પોલીસ દ્વારા આ મામલે બંને વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી.

મનીષાએ મહેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાના કારણે મહેશની પત્ની મીના(નામ બદલ્યું છે.) દ્વારા પણ મનીષાના પતિ મનીષ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મીનાએ આક્ષેપ કર્યો હતો કે, તે ઘરમાં એકલી હતી ત્યારે મનીષે તેની સાથે તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કરીને તેને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી. જ્યારે મનીષા અને મીના દ્વારા પોલીસ સ્ટેશનમાં આ બાબતે પોતાના પતિના મિત્રો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે માંગરોળ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે. 

બંને પરિણીત મહિલાઓની પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે બંને પરિણીતા પર દુષ્કર્મ મામલે પોલીસે ત્રણ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે બંને મિત્રોને એક બીજાની પત્ની સાથે આડા સંબંધો હોવાની જાણ થઇ હતી અને તેના જ કારણે બંને પરિણીતાઓએ પોતાના પતિના મિત્ર સામે એટલે કે, બંને પરિણીતાએ સામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હવે જોવાનું એ રહે છે કે, માંગરોળ પોલીસની તપાસમાં આ બાબતે શું હકીકત સામે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp