ખેડા જિલ્‍લામાં 82 વર્ષીય વૃદ્વાએ કોરોનાને માત આપી

PC: Khabarchhe.com

ખેડા જિલ્‍લાના નડિયાદ ખાતે જૂના ડુમરાલ રોડ ઉપર રહેતા 82 વર્ષીય લાભુબેન પ્રજાપતિને કોરોના વાયરસનો ચેપ લાગેલ હોવાથી તેઓને નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓની નિયત સારવાર થયેલ હોય તેમજ તેઓનો કોરોના ટેસ્‍ટ નેગેટીવ આવેલ હોવાથી તેમને તા.09-05-2020ના રોજ હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, લાભુબેન પ્રજાપતિના પુત્રવધુ ગીતાબેન પ્રજાપતિને પણ રજા આપવામાં આવી હતી અને બપોરે લાભુબેનને રજા આપવામાં આવી છે.લાભુબેનના પુત્ર નરેશભાઇને તા.05-05-2020ના રોજ હોસ્‍પિટલમાંજ રજા આપવામાં આવી હતી. હાલ નરેશભાઇ પ્રજાપતિની 19 વર્ષીય દિકરીની સારવાર હોસ્‍પિટલમાં ચાલી રહી છે.

હોસ્‍પિટલના ર્ડા.જ્વલિત મહેતાએ જણાવ્‍યું હતું કે, લાભુબેનને જયારે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓની તબિયત ખુબજ નાજુક હતી. પરંતુ અમારી હોસ્‍પિટલના તબીબોની ટીમના સતત દેખરેખના કારણે તેઓએ ઝડપથી રીકવરી મેળવી હતી. પરંતુ વચ્ચે વચ્ચે તેઓની તબિયત બગડતા તેઓને ઓક્સિજન પર પણ રાખવામાં આવ્યા હતા. તેમ છતાં લાભુબેનનું આત્મબળ અને આત્મવિશ્વાસે અમારા તબીબોમાં નવો ઉત્‍સાહ આવ્યો અને લાભુબેનના કોરોનાના ચેપને માત આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp