સાહેબ, સચિનમાં ભોજન માટે વાહન મોકલવવું છે, ACPએ કહ્યું લોકેશન આપો અમે જમાડીશું

PC: Khabarchhe.com

એક સિનિયર પત્રકારે મદદનીશ પોલીસ કમિશનરને ફોન કરીને કહ્યું, સાહેબ, મારા એક મિત્ર છે તે સચિન વિસ્તારમાં 200 જેટલા ભૂખ્યા લોકોને ભોજન પહોંચાડવા માટે તૈયાર છે પણ, ત્યાં સુધી વાહન પહોંચે તે પહેલા પોલીસ અટકાવે છે તો એનો કાંઈ રસ્તો નીકળે ખરો? ને એ પોલીસ અધિકારીએ કહ્યું, તમારા મિત્રને કહ્યો લોકેશન આપે પોલીસ તમામને જમાડી દેશે, કોઇએ ધક્કો ખાવાની જરૂર નથી.

મંગળવારે બપોરનો સમય હતો. એક સિનિયર પત્રકાર પર તેના મિત્રનો ફોન આવ્યો. તેમણે કહ્યું સચિન વિસ્તારમાં 200 જેટલા શ્રમિકો બે દિવસથી ભોજન વગરના રહ્યા છે. તે તમામને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા થઈ ચૂકી છે. માત્ર અડાજણથી વાહન સચિન પહોંચે તેવી વ્યવસ્થા કરવી છે કાંઈ થઈ શકે ખરું? માનવતાનું આ કામ હતું એટલે પ્રત્યુત્તરમાં કહ્યું, થોડી મિનિટ રાહ જુઓ, હું પૂછીને કહું છું. 200 શ્રમિકોના જઠરાગ્નિ ઠારવાનું આ પુણ્યકાર્ય પૂર્ણ થાય તે માટે સિનિયર પત્રકારે મદદનીશ પોલીસ કમિશનર જય પંડ્યાનો ટેલિફોનિક સંપર્ક કર્યો.

એસીપી જે.કે. પંડ્યાએ કહ્યું, તમારા મિત્રને કહો એ 200 લોકો જે જગ્યાએ છે તેનું લોકેશન આપે, પોલીસ તમામને ભોજન કરાવી આપશે. ખરેખર બન્યું પણ એવું જ કે 200 શ્રમિકોનું લોકેશન આપ્યું અને ગણતરીના સમયમાં પોલીસની ટીમ ત્યાં પહોંચી.

તમામને ભોજન આપી જઠરાગ્નિ ઠારવાનું પુણ્ય કાર્ય આ રીતે પૂર્ણ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp