સુરતમાં આમ આદમી પાર્ટી માટે શું અલ્પેશ બન્યો કિંગ મેકર? કોંગ્રેસ-PAASની લડાઈ ફળી

PC: facebook.com

સુરતમાં કોંગ્રેસને પાટીદારો સાથે ટક્કર લેવી ભારે પડી ગઈ. કારણ કે, સુરતમાં પાટીદારોએ આ વખતે કોંગ્રેસને નહીં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સાથ આપ્યો છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસની પાસેથી ત્રણ ટિકિટની માગણી કરવામાં આવી હતી. પણ કોંગ્રેસે ખોટા-ખોટા વાયદાઓ કરીને એક જ ટિકિટની ફાળવણી કરી હતી. કોંગ્રેસે બોલેલું વચન ન નિભાવતા ધાર્મિક માલવિયાએ પણ કોંગ્રેસનું મેન્ડેટ પરત કર્યું હતું અને કોંગ્રેસની સામે બળવો પોકાર્યો હતો. ત્યારબાદ અલ્પેશ કથીરીયાએ કોંગ્રેસના પાટીદાર ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે ચેતવણી આપી હતી. તેથી બે ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારબાદ સુરતમાં આમ આદમી પાર્ટીની રેલીમાં પણ પાટીદારોની મોટી સંખ્યા જોવા મળી હતી અને AAPની રેલીમાં પણ જય સરદાર અને જય પાટીદારના નારા લાગ્યા હતા. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. સુરતના પાટીદાર મત વિસ્તારમાં ભાજપ કોંગ્રેસનો સફાયો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે.

કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિને ટિકિટ ન ફાળવણી ન કરી એટલે કોંગ્રેસને ચૂંટણીમાં ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવ્યો હતો. અલ્પેશ કથીરીયાએ કોંગ્રેસનું એક પણ કાર્યલય વરાછા રોડ પર ન ખુલવા દેવાની ચેતવણી આપી હતી અને તેની સામે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણીએ પ્રચાર કરશે અને અલ્પેશ અંધારામાં હોવાનું જણાવ્યું હતું. ત્યારે પાટીદારોએ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપવાના બદલે એક મોકો આપને આપીને સુરત મહાનગરપાલિકા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને ઉમેદવારોને બેસાડ્યા છે. મહત્ત્વની વાત છે કે, સુરતમાં જ્યારે આમ આદમી પાર્ટીની પાસે એક પણ સીટ ન હોતો ત્યારે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘણા કૌભાંડ બહાર કાઢ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે આપના કાર્યકર્તાઓ જ કોરોનાના નકલી રિપોર્ટનું કૌભાંડ બહાર કાઢ્યું હતું. પણ ચૂંટણીમાં અલ્પેશ કથીરીયાના કારણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા મળી તેમ કહેવાય.

સુરતમાં આપના 27 ઉમેદવારોનો વિજય થયો છે. આ 27 ઉમેદવારોમાં સુરતના વોર્ડ નંબર 2 અમરોલી, મોટાવરાછા, કઠોરમાં મોનાલી હિરપરા, રહેશ મોરડિયા, અલ્પેશ પટેલ, ભાવના સોલંકી, વોર્ડ નંબર 3 વરાછા, સરથાણા, સીમાડા, લસકાણામાં કનુ ગેડિયા, રુતા દુઘાગરા, સુનીલ સુહાગીયા, મહેશ અણઘણ, વોર્ડ નંબર 4 કાપોદ્રામાં  કુંદન કોઠીયા, સેજલ માલવિયા, ઘનશ્યામ મકવાણા ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર 5 ફૂલપાડા-અશ્વિનીકુમારમાં કુંદન કોઠીયા, નિરાલી પટેલ, અશોક ધામી, કિરણકુમાર ખોખાણી, વોર્ડ નંબર 7 કતારગામ-વેડમાં દીપ્તિ સાકરિયા અને કિશોર રૂપારેલીયા, વોર્ડ નંબર 8 ડભોલી-સિંગણપોરમાં આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર જીત્યો છે. વોર્ડ નંબર 16 પુણા (પશ્વિમ)માં પાયલ સાકરીયા, શોભના કેવડીયા, જીતેન્દ્ર કાછડિયા, વિપુલ મોવલીયા, વોર્ડ નંબર 17પુણા (પૂર્વ)માં રચના હિરપરા, સ્વાતી ઢોલરીયા, વિપુલ સુહાગીયા અને ધર્મેશ ભંડેરીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp