પશ્ચિમની ગંગા- દમણગંગા ગુજરાતના વિકાસની કિંમત ચૂકવી રહી છે

PC: counterview.org

સાઉથ ગુજરાતમાં વહેતી દમણગંગા નદી નાસિક ડિસ્ટ્રીક્ટમાં આવેલી સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે. તે જ્યારે સહ્યાદ્રીમાંથી નીકળે છે, ત્યારે તેનુ પાણી એકદમ સ્વચ્છ હોય છે, પરંતુ જેવી દમણગંગા વાપીમાં પ્રવેશે છે, તેવુ જ તેના પાણીમાં ઈન્ડસ્ટ્રીનુ ઝેર ભળી જાય છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) તેમજ સ્ટેટસ ઓફ ટ્રેસ એન્ડ ટોક્સિક મેટલ્સ ઈન ઈન્ડિયન રીવર્સ ઉપરાંત 2012-16 ગુજરાત એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (GEMI) દ્વારા કરવામાં આવેલા દમણગંગા નદીના એનાલિસીસમાં નદીની ખરાબ પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

CWCના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, જ્યારે દમણગંગા નદીનુ પાણી વાપીમાં પ્રવેશે છે ત્યારે તેના પાણીમાં મેટલ્સ, ખાસ કરીને તાંબુ, લીડ અને લોખંડનુ પ્રમાણ વધુ હોય છે. તે પૈકી જો તાંબાની વાત કરીએ તો, દમણગંગા નદીમાં તેનુ લેવલ પ્રતિ લીટર 61.55 માઈક્રોગ્રામ જેટલુ મળી આવ્યુ છે, જ્યારે પ્રતિ લીટર તેની માત્રા 50 માઈક્રોગ્રામની જ હોવી જોઈએ. લીડની વાત કરીએ તો, તેની માત્રા પ્રતિ ક્યુબિક મીટર 16.99 માઈક્રોગ્રામ મળી આવી છે, જે તેની નક્કી કરેલી માત્રા કરતા પ્રતિ ક્યુબિક મીટર 10 માઈક્રોગ્રામ જેટલી વધુ છે.

GEMI દ્વારા 4 વર્ષ સુધી કરવામાં આવેલા એનાલિસીસમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે, મધુબન ડેમ અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટ્સની વચ્ચે આવેલા ચાર સ્થળોએથી પાણીના જે સેમ્પલ લેવામાં આવ્યા છે, તેમાં મીઠાની માત્રા 169 મિલિગ્રામ/લીટરથી લઈને 268 મિલિગ્રામ/લીટર જેટલી હોવાનુ જણાયુ છે. પરંતુ, જેવી નદી ઝરી કોઝવે પાસે પહોંચે છે, ત્યાં તેમાં નજીકના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. GEMI દ્વારા રાજીવ ગાંધી સેતુ અને સમુદ્ર નારાયણ મંદિરની આસપાસ આવેલા એસ્ટોરિન વિસ્તારમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલની તપાસ કરતા તેમાં સોલિડ્સની માત્રા સૌથી વધુ મળી આવી હતી, જે 19318 મિલિગ્રામ/લીટર અને 25675 મિલિગ્રામ/લીટર જેટલી મળી આવી હતી.

આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આ રિપોર્ટને જોતા આવનારા દિવસોમાં અહીં મોનિટરિંગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અને તે નદી તેમજ તેમાં રહેતા જીવ બંનેના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. GEMIના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, દમણગંગા નદીનો મોટાભાગનો કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્રમાં આવેલો છે, જ્યારે તેનો થોડો કેચમેન્ટ એરિયા ગુજરાત તેમજ યુનિયન ટેરિટરી દાદરા અને નગર હવેલી તેમજ દમણમાં આવેલો છે. દમણગંગાના પ્રવાહનો વિસ્તાર 2318 સ્ક્વેર કિલોમીટર જેટલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp