કામ વગર સ્કૂલ, કોલેજ કે લેડીઝ હોસ્ટેલ પાસે ઊભા રહ્યા તો હવે આવી બનશે

PC: infosearchtech.com

સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર એ. કે. વર્માએ એક જાહેરનામા દ્વારા સમગ્ર પોલીસ કમિશનર વિસ્તારમાં આવેલા સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના 50 મીટર સુધી જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરૂષએ વાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઊભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવી છે.

આ મનાઈ હુકમ સ્કૂલ,કોલેજો, ટ્યુશન ક્લાસીસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ તથા મહિલા હોસ્ટેલ ઉપર છોડવા તથા આવતા ઓટો-વાનના માલિક કે ડ્રાઈવરો (જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ) તેમજ વાલીઓ તથા વાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હુકમ લાગુ પડશે નહિ. આ જાહેરનામું તા.31/08/2018 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp