જજ લોયા અને ભરૂચના ડૉ હરીશ પરીખના મોતને શોહરાબુદ્દીન સાથે છે કનેકશન?

PC: caravanmagazine.in

સુપ્રીમ કોર્ટમાં ચાર જજ દ્વારા કોર્ટની કાર્ય પ્રણાલી સામે વાંધો ઉભો કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કેટલાંક કેસનો પણ ઉલ્લેખ કર્યો છે, આ વિરોધ પાછળ જજ બી એચ લોયાનો હત્યાનો મામલો પણ છે. જજ લોયા મુંબઈમાં શૌૈહરાબુદ્દીન શેખ હત્યા કેસ સાંભળતા હતા, અને ત્યારે જ તેમનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજયુ હતું. જે કેસ હવે સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે. આવી જ એક ઘટના ભરૂચના સિવિલ સર્જન ડૉ હરીશ પરીખ સાથે પણ સંકળાયેલી છે, 2014માં તેમની હત્યા થઈ ગઈ હતી, જે હત્યા કોણે અને શુ કામ કરી તે ભરુચ પોલીસ શોધી શકી નથી, પણ એવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે. ડૉ પરીખ શૌહરાબુદ્દીન કેસ સાથે સંકળાયેલા હતા.

2014માં ભરૂચના સિવિલ સર્જન તરીકે ડૉ હરીશ પરીખ ફરજ બજાવતા હતા, તેઓ મુળ અમદાવાદના વતની હતી, અને તેમને પરિવાર અમદાવાદના નારણપુરાના અનમોલ ટાવરમાં રહેતો હતો. જયારે હરીશ પરીખ એકલા ભરુચ સિવિલના દ્વારા ફાળવવામાં આવેલા પોતાની સરકારી મકાનમાં રહેતા હતા, એક રાત્ર કોઈ અજાણ્યા લોકોએ તેમના ઘરમાં ધુસી તીક્ષ્ણ હથિયાર વડે તેમની હત્યા કરી નાખી હતી, પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે હત્યા પુર્વ યોજીત હતી, હત્યા કરનાર ડૉ પરીખના ઘરમાં દાખલ થાય ત્યારે હત્યારાનો કોઈ જોઈ જાય નહીં, તેના માટે પરીખના ઘરની આસપાસની સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી

ભરૂચ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે ખુબ મહેનત કરી પણ હત્યાના ચાર વર્ષ બાદ પણ પોલીસ હત્યારા સુધી અથવા તેમના નામ સુધી પહોંચી શકી નથી,સુત્રોની જાણકારી પ્રમાણે 2005માં શૌહરાબુદ્દીનની હત્યા થઈ અને તેનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ તે પેનલના ડૉકટરો પૈકી હરીશ પરીખ એક હતા.અને પરીખ કઈક એવી બાબત જાણતા હતા અથવા તેઓ કઈક જાહેર કરી શકે તેવી વિગત તેમની પાસે હતી જેના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી, જો કે આ મામલે આ સંવાદદાતા દ્વારા આ કેસની તપાસ કરનાર પોલીસ અમલદારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ કે તપાસ દરમિયાન 2014માં અમારી પાસે પણ આવી હકિકત આવી હતી, જેની અમે પુરતી તપાસ કરી પણ કરી હતી પરંતુ અમને તે અંગે કોઈ એવી હકિકત અથવા પુરાવા મળ્યા નથી કે ડૉ પરીખ અને શૌહરાબુદ્દીન કેસને કોઈ સંબંધ હોય.

આ સંજોગ પણ હોઈ શકે છે, પરંતુ જજ બી એચ લોયા અને ડૉ હરીશ પરીખની હત્યા એક જ વર્ષમાં એટલે કે 2014માં થઈ છે, જજ લોયાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે, પણ ડૉ પરીખના કેસમાં કઈ જ થયુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp