લેડી ડોન ભૂરીની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો

આ વર્ષે ધુળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આતંક મચાવનાર લેડી ડોન ભૂરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ભૂરી તેના સાગરીત સાથે ખૂલ્લી તલવાર લઈને રસ્તા પર ફરી રહી હતી અને વરાછા વિસ્તારમાં એક પાનના ગલ્લા વાળાને ધમકાવી રહી હતી. આ સિવાય ભૂરીએ પાનના ગલ્લાની બહાર જે લોકો ઉભા હતા, તેમને પણ તલવાર બતાવીને ભગાવી દીધા હતા. આ ઘટનાના CCTV વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને વરાછા પોલીસ પર પણ ફરીએકવાર સવાલો ઉભા થયા હતા.

કારણ કે આ પહેલા પણ તેનો એક આવો વીડિયો સામે આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. તેમ છતા તેના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને તે ખૂલ્લેઆમ તલવાર લઈને રસ્તા પર ઉતરી ગઈ હતી. પરંતુ આ ઘટના પોલીસને ધ્યાનમાં વરાછા પોલીસે ભૂરી અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ બાઇક ચોરવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ વીડિયો પરથી તો કહી શકાય કે, લેડી ડોન ભૂરી જેલમાંથી છૂટ્યા બાદ વધુ ખૂંખાર બની છે. વરાછા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હાથમાં છરો લઇ ખુલ્લેઆમ દાદાગીરી કરતી લેડી ડોન ભૂરીની દાદાગીરી CCTV કેમેરામાં કેદ થઈ છે. લેડી ડોનને પોલીસનો કોઈ ડર ના હોય તેમ રસ્તા પર લોકોને ધમકાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આતંક મચાવનાર લેડી ડોન સાથે તેનો એક સાથીદાર પણ છે. બંને લોકો એકસાથે મળીને લોકોને ધમકાવી રહ્યા છે અને દુકાનો બંધ કરાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp