દક્ષિણ ગુજરાતમાં વર્તાશે 'મિકુન' વાવાઝોડાની અસર

PC: ncm.ae

'મિકુન' વાવાઝોડાના કારણે દક્ષિણ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સીધી અસર રાજ્યના દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે અને વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દરિયાખેડૂઓને દરિયામાં ન જવા માટે સૂચન કરાયું છે.

મિકુન નામનું વાવાઝોડું 3-4 દિવસમાં ઓમાન અને યમનના કેટલાંક વિસ્તારોને પ્રભાવિત કરશે. આ વાવાઝોડું દક્ષિણ અને પશ્ચિમના અરબી સમુદ્રમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકિનારે માછીમારી કરતા દરિયાખેડૂઓને દરિયામાં ન જવા માટે સૂચન આપવામાં આવ્યું છે તેમજ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આ વાવાઝોડાની સીધી અસરના લીધે સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ થશે. જોકે ગુજરાતના કોઈપણ સ્થળે નુકસાન થવાની કે વાવાઝોડાની અસર દેખાવાની પણ સંભાવના નથી તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp