સુરતમાં મિલના કારીગરે 7 વર્ષની બાળકીને બનાવી પોતાની હવસનો શિકાર

PC: dhakatribune.com

સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, સુરતમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર સુરતમાં બાળકી પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાય છે. મિલમાં કામ કરતા કારીગરે બાળકીને લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, પરંતુ આ ઘટનના બે દિવસ પછી બાળકીને ગુપ્તાંગના ભાગે દુઃખાવો થતા દુષ્કર્મની ઘટના સામે આવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં મિલમાં કામ કરતા કારીગરે એક સાત વર્ષની બાળકીને પેપ્સી અપાવવાની લાલચ આપીને તેને રૂમમાં બોલાવી હતી. બાળકીને રૂમમાં બોલાવ્યા પછી કારીગરે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કારીગરે બાળકીને ગળું દબાવીને ધમકાવી હતી કે, આ સમગ્ર વાતની જાણ એ કોઈને કરશે તો તેને મારી નાંખશે. ધમકીથી ડરી ગયેલી બાળકીએ આ વાતની જાણ તેના પરીવારજનોને કરી ન હતી.

આ ઘટનાના બે દિવસ પછી બાળકીને ગુપ્તાંગના ભાગે દુઃખાવો થવા લાગ્યો હતો, જેના કારણે બાળકીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરી હતી. આ વાત સંભાળતાની સાથે તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ માતા બાળકીને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને સમગ્ર હકીકત ડૉક્ટરને જણાવી હતી. જેના કારણે ડૉક્ટર દ્વારા પાંડેસરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે ભોગ બનનાર બાળકી અને તેનું નિવેદન લઈને આરોપી ઇસમની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp