કમિશનરનો આદેશઃ ગુજરાતના આ શહેરમાં મોલ્સ પાર્કિંગ ફી નહીં લઈ શકે

PC: youtube.com

અમદાવાદ બાદ હવે સુરત અને વડોદરાની જનતા માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. શોપિંગ મોલમાં પાર્કિંગ ફીના નામે પૈસા ઉઘરાવનારા પર પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ પોલીસ દ્વારા પાર્કિંગ ફીનો ચાર્જ ન વસૂલવા માટેનો આદેશ થયા બાદ વડોદરા અને ત્યારબાદ સુરત પોલીસે પણ શોપિંગ મોલમાં પાર્કિંગ ફી ન વસૂલવા માટે આદેશ કર્યો છે. એટલે હવે સુરત, વડોદરા અને અમદાવાદની જનતાને મફત પાર્કિંગની સુવિધા શોપિંગ મોલ દ્વારા આપવી પડશે.

પોલીસના આદેશ બાદ આ ત્રણેય શહેરના તમામ શોપિંગ મોલ્સમાં પાર્કિંગની ફ્રી સુવિધા આપવામાં આવશે. પોલીસે શોપિંગ મોલ્સ સિવાય કમર્શિયલ બિલ્ડીંગોને પણ સુચના આપી દીધી છે કે, તેઓ પાર્કિંગ ફી માટે પૈસા નહીં વસૂલી શકે. પોલીસે તાકીદ કરી છે કે, જો કોઈ વાહનચાલક પાસે પાર્કિંગના પૈસા લેવામાં આવ્યા તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ મુદ્દે સુરતના પોલીસ કમિશનર સતિષ શર્માએ કહ્યું હતું કે, સુરતના શોપિંગ મોલમાં જે પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે તે બાબતે અમે જણાવવા માંગીએ છીએ કે, અમે આ બાબતે વિચારણા કરી છે અને જે પાર્કિંગના ચાર્જ વસૂલ કરવામાં આવે છે, એ વ્યાજબી નથી. જે રીતે અમદાવાદમાં કરવામાં આવ્યું છે અમે પણ શોપિંગ મોલ્સને નોટિસ મોકલીને ફ્રી પાર્કિંગ કરવા માટે આદેશ કર્યો છે. જો કોઈ કમર્શિયલ કોમ્પલેક્સ ચાર્જ વસૂલ કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp