આદિવાસીઓના હિતની યોજના માટે પણ વિરોધ પક્ષના લોકોએ અપ્રચાર કર્યો: સી.આર.પાટીલ

PC: khabarchhe.com

કારોબારીની બેઠક ભાજપની કમલમ ખાતે યોજવામાં આવી હતી ત્યારે આ બેઠકના પગલે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમાં પણ ખાસ કરીને આદિવાસીઓના વિરોધને પગલે તાપી પાર લીંક અપ યોજના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે, આદિવાસીઓના હિતની યોજના માટે પણ વિરોધ પક્ષના લોકોએ અપ્રચાર કર્યો, તેમ છતાં આદિવાસીઓની લાગણી અને માંગણી લઈને ગુજરાત સરકારના મંત્રીઓ નરેશ પટેલ અને જીતુ ચૌધરી સહિત નેતાઓએ મુખ્યમંત્રી તથા વડાપ્રધાન સુધી રજૂઆત કરેલી અને મુખ્યમંત્રીએ પાર તાપી પ્રોજેક્ટ રદ કર્યો છે. આ યોજનાના અમલીકરણથી દક્ષિણ ગુજરાતના અનેક આદિવાસીઓ વિસ્થાપિત થશે તેવા મુદ્દે વિપક્ષો દ્વારા આદિવાસી બાંધવોમાં ગેર સમજ અપ પ્રચાર ફેલાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિવાદન સમારોહમાં કહ્યું હતું કે, નદીઓ આસપાસના આદિજાતિ વિસ્તારો અસરગ્રસ્ત થશે એવી આદિવાસી સમાજની રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp