અનુસુચિત જનજાતિ સમાજના બાળકો માટે 7 દિવસના એડવેન્ચર કોર્સનું આયોજન

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, બાળકો સાહસિક બને, કુદરતી વાતાવરણમાં ખીલે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનુસુ્ચિત જનજાતિના 8થી 11 વર્ષના બાળકો માટે 7 દિવસીય એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવેલા છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા 8થી 11 વર્ષની વય મર્યાદા ધરાવતા અને ભાગ લેવા ઈચ્છતા બાળકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. 7 દિવસીય એડવેન્ચર કોર્સમાં અરજી કરનાર ઉમેદવારો પૈકી 100 બાળકોની પસંદગી કરવામાં આવશે.

ઈચ્છુક બાળકોએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. જેમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું રહેશે. તદ્ઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, પર્વતારોહણ, એન.એ.સી, એન. એસ. એસ કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃતિ તથા રમતગમત પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તેની વિગત, વાલીની સંમતિ, પાસપોર્ટ સાઇઝ ફોટાગ્રાફ, તેમજ અનુસુ્ચિત જનજાતિનું પ્રમાણપત્ર સામેલ હોવુ જરૂરી છે. સંપુર્ણ વિગતો સાથેની અરજી તા.15/10/2021 સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીને જુનાગઢ -362001ને આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી સમિતિ દ્વારા 100 બાળકોની પસંદગી કરાશે તેમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની યાદીમાં જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp