26th January selfie contest

પાટીદાર અનામત આંદોલન નો હવે કોઇ મુદ્દો રહ્યો જ નથી – સી.આર. પાટીલ, સાંસદ

PC: khabarchhe.com

સુરતમાં આજે લોકસભાનું શિયાળુ સત્ર પૂરુ થયા બાદ સાંસદ દર્શના જરદોશ અને સી.આર.પાટીલે પ્રેસને સંબોધી હતી. તેઓએ લોકસભાના ગત સત્રમાં ઐતિહાસિક નિર્ણયો લેવાયા તેવી વાત કરી હતી. સામાન્ય વર્ગને 10 ટકા અનામત મુદ્દે સાંસદોએ કહ્યુ હતુ કે અમને ગર્વ છે કે અમે આ ઐતિહાસિક નિર્ણયના સાક્ષી બન્યા છીએ. જ્યારે પાટીદાર અનામત આંદોલન માટે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યુ કે, સરકારે જે નિર્ણય લીધો છે તેમાં માત્ર પાટીદાર જ નહીં પરંતુ મરાઠા, જાટ એમ તમામ જાતિના લોકો કે જેમની આવક આઠ લાખ કરતા ઓછી હોય તેઓ તમામને અનામત મળી શકશે. એટલે હવે પાટીદારો પાસે કોઇ મુદ્દો રહ્યો નથી.

આ ઉપરાંત સી.આર.પાટીલે જાહેરાત કરી હતી કે સુરતને ચાલુ મહિને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ મળશે. તેઓએ કહ્યુ હતુ કે, એરપોર્ટની ક્ષમતા વધારવામાં આવી છે. આધુનિકતાની સાથે 15 એરક્રાફ્ટ પાર્ક થઇ શકે અને સમય વધુ વેડફાય નહીં તે માટે ટેક્સી વે પણ બનાવવામાં આવશે. આગામી ત્રીસમી જાન્યુઆરીથી સુરતીઓને વધુ ફ્લાઇટો મળશે.

સુરતમાં પહેલા લોકો ટ્રેનની માંગ કરતા હતા હવે દેશના દરેક ખૂણામાંથી આવનાર ભારતીયો ફ્લાઇટની માંગ કરી રહ્યા છે. હાલ સુરતમાં 58 ફ્લાઇટની ફ્રિક્વન્સી છે જે આવનારા દિવસોમાં 100જેટલી થઇ જશે.

આ ઉપરાંત સાંસદોએ કહ્યું હતું કે આગામી ત્રીસમી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીની મુલાકાતે આવવાના છે. તેઓ દાંડીમાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુની સાથે 81 જેટલા સત્યાગ્રહીના પણ સ્ટેચ્યુ બનાવવામાં આવશે. અને એ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp