સુરતમાં એક રીક્ષા ચાલકને પોલીસે ફોન કરીને કહ્યું તમારા 275 મેમો ભરવાના બાકી છે

PC: youtube.com

રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમોનું અમલીકરણ થયા પછી પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવે છે. અમદાવાદમાં પોલીસે વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ઈ-મેમો વસુલ કરવા માટે એક રીકવરી ટીમ બનાવી છે અને હવે સુરત પોલીસ પણ આ ઈ-મેમોની રકમની વસુલાત કરવાને લઇને એક ખાસ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવાની વિચરણા કરી રહી છે.

સુરત પોલીસે દ્વારા ઈ-મેમો ભરવાના બાકી હોય તેવા લોકોનું એક લીસ્ટ બનાવવામાં આવ્યું છે. આ લીસ્ટમાં 1700 લોકો એવા છે કે, જેમના 100 કરતા વધારે ઈ-મેમો ભરવાના બાકી હોય. આ ઉપરાંત આ લીસ્ટમાં એક એવા રીક્ષા ચાલકનો સમાવેશ કરવામાં આવ્યો છે કે, જેના 2014થી અત્યાર સુધીના 257 જેટલા મેમો ભરવાના બાકી છે અને આ મેમોની બાકી રકમ 76,000 રૂપિયા કરતા વધારે છે.

આ રીક્ષા ચાલકનું નામ મુશરફ શેખ છે અને તે ભેસ્તાન વિસ્તારમાં આવેલી સુમન શક્તિ સોસાયટીમાં રહે છે. મુશરફ શેખે તેની પત્ની અને ચાર સંતાનનું ભરણપોષણ કરવા માટે પત્નીના નામ પર એક રીક્ષા ખરીદી હતી. રીક્ષા ખરીદ્યા પછી પાંચથી દસ રૂપિયામાં પસેન્જરના ફેરા કરીને રોજગારી મેળવતો હતો.

એક દિવસ મુશરફ શેખને અચાનક ટ્રાફિક પોલીસનો ફોન આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે, તેના 257 જેટલા મેમો ભરવાના બાકી છે અને આ મેમોની રકમ 76,000 રૂપિયા છે. આ ઉપરાંત તેને કહેવામાં આવ્યું હતું કે, મેમોની રકમ ભરવામાં નહીં આવે તો રીક્ષા જપ્ત કરવામાં આવશે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મુશરફ શેખની પરિસ્થિતિ સારી રહેતી ન હોવાના કારણે તે રજૂઆત કરવા માટે ટ્રાફિક DCPની ઓફીસ પર પહોંચ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp