સાડા ત્રણ વર્ષની બાળકીના રેપ કેસનો આરોપી પોલીસના સંકજામાં

PC: khabarchhe.com

14 ઓક્ટોબરના રોજ લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોડાદરામાં રહેતા એક પરિવારની 3 વર્ષની પુત્રી રાતના સાડા આઠ વાગ્યના ગુમ થઈ હતી. પરિવારજનોએ બાળકીની શોધખોળ કરતા બાળકી મળી આવી ન હતી જેના કારણે પરિવાર જનોએ લીંબાયત પોલીસને જાણ કરી હતી. જેને પગલે લીંબાયત પોલીસ રાત્રે 11 વાગ્યાના સમય દરમિયાન સ્થળ ઉપર પહોંચી બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને બાળકી ગૂમ થયાની ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે લીંબાયત પોલીસે 363 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બાળકીને શોધવા માટે અવાવરૂ જગ્યાઓ, સોસાયટીઓના ધાબાઓ વગેરે જગ્યાઓ ઉપર શોધખોળ કરી હતી. આ ઉપરાંત સોસાયટીની આજુબાજુના CCTV કેમેરાની ફૂટેજ મેળવીને ચેક કર્યા હતા.

15 ઓક્ટોબરના રોજ બાળકીને શોધવા માટે પોલીસ સોસાયટીના દરેક મકાન ચેક કરતી હતી તે દરમિયાન બપોર પછીના સમયે બાળકી તેના પરિવાર સાથે રહેતી હતી તે મકાનનું ગ્રાઉન્ડ ફલોર પર આવેલા બંધ મકાનને તપાસ દરમિયાન ખોલવામાં આવતા રૂમની ચોકડીમાંથી એક પ્લાસ્ટીકના પીળા કલરના કોથળામાં મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, મકાનમાં અનિલ યાદવ નામનો વ્યક્તિ ભાડેથી રહેતો હતો અને તે બાળકીના ગૂમ થયા પછીથી ઘરે આવ્યો નથી. જેથી સુરત પોલીસ દ્વારા અનિલ યાદવની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે વિવિધ કલમોનો ઉમેરો ફરિયાદમાં કર્યો હતો. આ મામલે મદદનીશ પોલીસ કમિશનર "B" ડીવીઝનને તપાસ સોપવામાં આવી હતી. આરોપીને શોધી કાઢવા માટે પોલીસ કમિશનરે સુરત પોલીસની અલગ અલગ ટીમોને કામે લગાડેલી હતી અને બિહારના પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપી અનીલ સુરેન્દ્ર યાદવ બિહારના બકસરમાં આવેલા પોતાના ગામમાં હોવાનુ જાણવા મળ્યું હતું. જેના આધારે સુરત પોલીસની એક ટીમ બિહાર રવાના કરવામાં આવી હતી. આરોપી તેના વતનમાં હોવાની પાકી માહિતી મળતા સુરત પોલીસ તથા બિહાર પોલીસની ટીમે આરોપી અનિલ સુરેન્દ્ર યાદવને બિહાર રાજ્યના બક્સર જીલ્લામાં આવેલ મનીયાગામમાં તેના મિત્ર વિનોદ યાદવના ઘરેથી 19 ઓક્ટોબરના રોજ સાંજના સમયે પકડી પડ્યો હતો અને 20 ઓક્ટોબરના રોજ બક્સર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવ્યો હતો.

સુરત પોલીસ દ્વારા અનિલ યાદવની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે 14 ઓક્ટોબરના રોજ આરોપી અનીલ રાત્રીના સમયે પોતાના ઘરે મોબાઇલમાં અશ્લીલ વીડિયો જોતો હતો. તે દરમિયાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ભોગ બનનાર બાળકી તેના રૂમમાં આવી હતી તેના કારણે પોતાના પરથી કાબુ ગૂમાવી બાળકી પર બળાત્કાર ગુજારી બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. આ કૃત્ય કર્યા બાદ આરોપી ટ્રેનથી બકસર ગયેલ અને પોતાના મિત્ર વિનોદના ઘરે છૂપી રીત રોકાયો હતો. આરોપી છેલ્લા સાત વર્ષથી સુરતમાં રહેતો હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતો હતો. છેલ્લા બે મહિનાથી ગોડાદરા વિસ્તારમાં ભાડેથી રૂમમાં રહેતો હતો અને કલરકામ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp