PM મોદી ઉભા રહ્યા લાઈનમાં, અમદાવાદનાં રાણીપમાં કર્યું મતદાન

PC: ANI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે વિમાન મારફત અમદાવાદ પહોંચી રાણીપનાં નિશાન હાઈસ્કુલનાં બુથમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન વોટ આપવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા.  તેમણે તેમનાં મોટાભાઈનાં આશિર્વાદ પણ લીધા હતા.

એક સામાન્ય મતદારની જેમ વડાપ્રધાન મોદીએ વોટ આપવા માટે અમદાવાદ ખાતે આગમન કર્યું ત્યારે વિધાનસભામાં તેમનાં જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. હાથમાં મતદાર સ્લીપ લઈ વોટ આપવા માાટે પોતાનાં વારાની તેઓ રાહ જોતાં ઉભા રહ્યા હતા. એસપીજીએ પણ તેમાં સહકાર આપ્યો હતો. વડાપ્રધાનના સ્પેશિયલ સુરક્ષા દસ્તાએ પણ અન્ય મતદારો ડિસ્ટર્બ ન થાય તેના માટે સિક્યુરીટીને રિલીફ કરી હતી.
લાઈનમાં ઉભા રહેલા વડાપ્રધાને મતદારો સાથે વાતચીત પણ કરી હતી. મહિલાઓએ વડાપ્રધાનને જીતનો ભરોસો અને ભાજપની જીતનાં એડવાન્સમાં વધામણા આપ્યા હતા. વડાપ્રધાને ત્યાર બાદ નિશાન હાઈસ્કુલનાં બુથમાં વોટ આપ્યો હતો.

વોટ આપ્યા બાદ વડાપ્રધાન આંગળીનાં પર વોટીંગ ચિહ્ન બતાવતા બહાર નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ મોદી-મોદીનાં નારાથી વાતાવરણને ગૂંજિત કરી દીધું હતું. મીડિયાને ફકત એટલું ક્હ્યું હતું કે ભગવાન ગુજરાતનું ભલું કરે. વોટ આપતા પહેલાં વડાપ્રધાને પોતના ગુરુબંધુ સોમભાઈ મોદીનાં આશિર્વાદ લીધા હતા.

વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત મતદાન કર્યું હતું અને તે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે. લોકોનું અભિવાદન ઝીલતા-ઝિલતા વડાપ્રધાન બહાર નીકળી રવાના થયા હતા.

વડાપ્રધાને ત્યાર બાદ રોડ શો કર્યો હતો. લોકોને હાથ હલાવતા રાણીપમાં ફર્યા હતા. કોંગ્રેસે વડાપ્રધાનનાં રોડ શો સામે વાંધો ઉઠાવ્યો હતો. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.