વેરો બાકી છતાં વડાપ્રધાન બોટ સેવાનું ઉધ્ઘાટન કરશે

PC: khabarchhe.com

જે રો-રો ફેરી પેસેન્જર જહાજ સર્વિસ વડાપ્રધાન શરૂ કરવાના છે. તેની જેટીનું કામ કરતી એસ્સાર કંપનીએ પ્રોજેક્ટ મોડો કર્યો છે. હજું કામ પણ પૂરું થયું નથી ત્યાં તેનું ઉદઘાટન થવાનું છે. ત્યાં વધું એક વિવાદ એસ્સાર કંપની સામે શરૂ થયો છે.

સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, આ કંપનીએ વેરાની ચૂંકવણી કરી ન હોવાથી લાખો રૂપિયા તેમની પાસેથી લેવાના નિકળે છે. તેથી ઘોઘા પીરમ જૂથ ગ્રામ પંચાયતે એસ્સાર કંપનીને નોટિસ આપી છે કે, તુરંત વેરા ભરી જવા. વડાપ્રધાન આવી રહ્યાં હોવાથી વેરા બાકી રહેતાં હોય અને પ્રોજેક્ટ ખૂલ્લો મૂકાતો હોય તો તે ગુજરાત માટે અને વડાપ્રધાન માટે સારી બાબત નથી.

એસ્સાર કંપનીએ તેમના કર્મચારીઓ તરફથી પ્રોફેશનલ વેરા ભરેલાં નથી. તેથી તેમને કહેવાયું છે કે, 2012થી 30 લાખ વેરો બાકી નિકળે છે તે તુરંત ભરી જવો. આવું અગાઉ પણ એસ્સારને કહેવામાં આવ્યું છે છતાં તે વેરા ભરતી નથી. વેરા બાકી હોવા છતાં વડાપ્રધાન ઉગઘાટન કરી રહ્યાં છે અને કંપનીને એક ફેરાના ભાડા પેટે રૂ.600 ચૂકવવાની સરકાર મંજૂરી આપી દેવાની છે. વળી એસ્સાર કંપનીએ જેટીનું કામ પૂરું કર્યું નથી.

પાંચ વર્ષ એમ જ પસાર કરી દીધા છે. જે કેપેસીટીની ક્રેઈન હોવી જોઈએ એ પણ રાખી નથી. આવી ક્રેઈન પણ પરત મોકલી દીધી છે. તેની પાછઠળનું એવું કારણ આપે છે કે, ડીઝલ મળતું ન હોવાના કારણે સાધનો કામ પર નથી. આમ કરવાના કારણે વોક-વે બનાવવો પડ્યો છે. વોક વે પ્લાનમાં ન હતો. તેથી ગુજરાત સરકાર પર કરોડો રૂપિયાનો બોજ પડ્યો છે. પણ કંપનીને કોઈ સજા કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp