રાજકોટના પુષ્પાબેન અને હંસાબેને 69 વર્ષે કોરોનાને હરાવ્યો

PC: khabarchhe.com

વર્તમાન કોરોનાની મહામારીને કારણે અનેક લોકો રોગ અને તેની સારવારની માહિતીથી અજાણ હોવાથી અને માત્ર સાંભળેલી વાતોથી દેારવાઇને જીંદગી પ્રત્યે હતાશા અનુભવતા હોવાનું સામાન્યતઃ જોવા મળે છે. પરંતુ રાજકોટ કોવિડ-19 હોસ્પિટલના નિષ્કામ અને ફરજપરસ્તી સાથે રાષ્ટ્ર સેવાને સમર્પીત આરોગ્ય કર્મીઓની સેવાની જયોત આવા હતાશ દર્દીઓ માટે હરહંમેશ આશાનો દિપ પ્રજવલીત રાખવા તત્પર રહયો છે.

આ બાબતની સાક્ષી પુરતા રાજકોટ કોવીડ-19 હોસ્પિટલમાંથી તાજેતરમાંજ કોરોના સંક્રમણથી મૂકત બની સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરતા 69 વર્ષીય પુષ્પાબેન મેરના પુત્ર ઋષીકેશભાઈ સંતોષની લાગણી સાથે જણાવે છે કે મારી માતાને કોરોના થતાં મને માતાની જીવવાની આશા ધુંધળી ભાસતી હતી. પરંતું રાજકોટ સિવીલ હોસ્પિટલના ડોકટરોએ દેવદુત બની અમારો સહારો બન્યા છે. તેઓએ મારી માતાની આપ્તજનસમી સેવા કરી છે. તેઓની નિયમીત દવાઓ, સતત દેખરેખ સારવાર અને ખાસ તો વારંવાર માતાને સધિયારા સાથે હિંમત અને હુંફ આખરે કારગર બની મારી માતાને સ્વસ્થ બનાવ્યા છે.

આવા જ અન્ય કોરોનાને હરાવી સ્વસ્થ બનેલા અને અહોભાવની લાગણીથી ગદગદીત હંસાબેન જીવન ધોકિયા કહે છે કે કોવિડ-19 હોસ્પિટલના આરોગ્યકર્મીઓની સધન સારવાર, નિયમીત અને સમયસર દવાઓ, દરરોજ પોષક આહાર સાથે નાસ્તો અને અન્ય સુવિધા સાથે ઘરના આત્મીયજન કરતા પણ વિશેષ હુંફ અને દેખરેખ એ આ સમયમાં અકલ્પનિય છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના કોરોના દર્દીઓ પ્રત્યેની સંવેદના અને મોંઘેરી સારવાર નિઃશુલ્ક આપાય તેવી સુદ્રઢ વ્યવસ્થા કરી છે. આવી જ સંવેદનાથી સભર આરોગ્યકર્મીઓની આત્મિયતા અને સેવાએ મને નવી જિંદગી બક્ષી છે. એટલું જ નહીં વીડીયો કોલીંગ દ્વારા ઘરના સભ્યો સાથે સતત સંપર્ક બનાવી આપી તેઓએ કયારેય ઘરની ખોટ સાલવા દીઘી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp