ગણેશજીની રઝળતી 1000થી વધુ પ્રતિમાઓનું સાંસ્કૃતિક રક્ષા સમિતિએ પુનર્વિસર્જન કર્યુ

PC: Khabarchhe.com

સુરતની ડીંડોલી અને ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POPની બનેલી ગણેશજીની 1000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી છે.

આ કાર્યમાં ઉધના પાંડેસરાના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી POPની અર્ધવીસર્જિત રઝળતી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે. અને લોકોને POPની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ સ્થાપના કરવા જાગૃત કરતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી.

10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરી હિંદુ ધર્મની લાગણી દુભાવે છે. સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા POPની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. આ કાર્યમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ, વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનોના સહભાગથી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp