સુરત ટ્રાફિક પોલીસની સતર્કતાથી મહારાષ્ટ્રથી સુરત આવી ગયેલા મૂકબધિર બાળકનો બચાવ

PC: khabarchhe.com

શહેરના પુણા કુંભારીયા રોડ ખાતેના કાંગારૂ સર્કલ પાસેથી આશરે બાર વર્ષના ખામગાવ, મહારાષ્ટ્રના મૂકબધિર બાળકને શહેર ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ગોટીના સહયોગથી કતારગામ ખાતેના પોપાવાલા બાલગૃહમાં આશરો અપાયો.

એચ.વી.ગોટીને એક જાગૃત વ્યક્તિ દ્વારા જાણ થઇ કે એક બાળક બિનવારસી હાલતમાં રડતો પસાર થતો હતો ત્યારબાદ પોલીસ ઇન્સ્પેકટર ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળક સાથે વાત કરી પરંતુ કોઈ જવાબ ન મળતા શહેરના કોર્ડિનેટર તેમજ મહિલા અને બાળમિત્ર પિયુષકુમાર શાહ તેમજ સાબરકાંઠાના કોર્ડીનેટર ઇલાબેન રાવલની (મૂક બધિર શાળા સાથે સંકળાયેલા અને સાંકેતિક ભાષામાં નિષ્ણાંત) મદદ લેવાઈ. વિડિયો કોલના માધ્યમથી સાંકેતિક ભાષા દ્વારા કે બાળક ક્યાંનો છે? તેના માતા-પિતા ક્યાં છે? અને તે ક્યાંથી આવ્યો છે? તેની જાણ કરી.

સગીર ખામગાવ, મહારાષ્ટ્રનો છે જે સુરતથી આશરે 500 કિલોમીટર દુર આવેલું છે. બાળક નિવાસી મૂકબધિર વિદ્યાલય ખાતે ભણે છે અને કોઈ અગમ્ય કારણોસર બસમાં બેસી સુરત પહોંચી ગયો હતો. ત્યારબાદ ખામગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી નિવાસી મુક બધિર વિદ્યાલયમાંથી બાળકના પિતાનો સંપર્ક શોધવામાં આવ્યો અને પિતાને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી. હાલ જ્યાં સુધી બાળકના પિતા તેને હેમખેમ ન લઇ જાય ત્યાં સુધી બાળકને કતારગામ ખાતેના પોપાવાલા બાલગૃહમાં આશરો આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp