સુરતમાં કચરાપેટી પછી ખાતર બનાવવાના પ્લાન્ટમાં કૌભાંડનો પર્દાફાશ થયો, જુઓ વીડિયો

PC: Khabarchhe.com

સુરત મહાનગરપાલિકામાં દ્વારા રસ્તા મૂકવામાં આવેલી કચરા પેટીઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. કચરા પેટીના કૌભાંડ ઉજાગર થયા પછી હવે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાલાએ ભીના કચરા અને શાકભાજીના કચરામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

કોર્પોરેટર અસલમ સાઈકલવાલાના આક્ષેપ છે કે, ખાતર બનાવવાનું મશીન અને પ્લાન્ટ છેલ્લા છ મહિનાથી બંધ છે, છતાં પણ કોન્ટ્રાક્ટરને ખાતર બનાવવા માટેની રોજની મજૂરી ચૂકવવામાં આવે છે અને સાથે-સાથે રોજે-રોજની ખોટી-ખોટી ખાતર બનાવવાની એન્ટ્રી પણ ચોપડામાં કરવામાં આવે છે. આ પ્લાન્ટ સુરતના આંજણા વિસ્તારમાં ચાલી રહ્યો છે.

આ બાબાએ કોર્પોરેટર અસલમ સાઈકલવાલાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા સુકા કચરાને અને ભીના કચરાને અલગ કરવાનું એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. આ ભીના કચરા અંતર્ગત શાકભાજી વેસ્ટમાંથી ખાતર બનાવવાના 45થી 50 લાખ રૂપીયાનું એક મશીન એવા આઠથી દસ જેટલા મશીનની ખરીદી કરવામાં આવી હતી. આ મશીનમાં છેલ્લા છ મહીનાથી એક પણ ગ્રામ ખાતર બન્યું નથી છતાં પણ ખાતર બનતું હોવાની એન્ટ્રી ચોપડામાં કરવામાં આવી રહી છે.

મશીન બંધ હોવા છતાં પણ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડીસેમ્બર અને જાન્યુઆરી મહિનાની એન્ટ્રી પણ ચોપડામાં કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનાની એન્ટ્રી બાબતે કર્મચારીને પૂછતાં તેમને જણાવ્યું હતુ કે, અમે તો હજુ કોઈ કામ શરૂ જ નથી કર્યું. આ પ્લાન્ટમાં ખાતર ન બનતું હોવા છતાં પણ રોજે રોજની ખાતર બનતું હોવાનું એન્ટ્રી પડી રહી છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ મશીન છેલ્લા છ મહીનાથી બિલકુલ બંધ હાલતમાં પડેલું છે. અહિયાં સેકન્ડશીપમાં કામ કરતા પાટીલ નામના કર્મચારીનું પણ કહેવું છે કે, હું છ મહિનાથી નોકરી પર આવ્યો છું પરંતુ એક પણ વાર મશીન શરૂ થતા જોયું નથી. છતાં એન્ટ્રી પડી રહી છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તળિયેથી લઇને ઉપર સુધીનો ભ્રષ્ટાચાર છે. લોકોને પરસેવાના પૈસાનું પાણી કેમ કરવું તે ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસેથી શીખવા મળે છે. મે મહાનગરપાલિકાના કમિશનરને આ બાબતે ફરિયાદ કરી છે અને વિજીલન્સ તપાસ કરાવવાનું કહ્યું છે. હવે જોઈએ છીએ કમિશનર તટસ્થ તપાસ કરાવે છે કે, રાજકીય હાથો બનીને પાણીમાં બેસી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp