VIDEO: BNI વિશે જાણીએ ન્યૂટ્રિશનિસ્ટ શાલિની બંસલ પાસે

બિઝનેસની દુનિયામાં નવા શિખરો સર કરવા માંગતા ઉત્સાહી લોકો માટે BNIનું નેટવર્કીંગ અત્યંત લાભદાયી પુરવાર થઈ રહ્યું છે. માત્ર કોઈ એક ક્ષેત્ર માટે નહી પણ બિઝનેસને સમૂળગી રીતે વિકસીત કરવા માટે તરવરીયા લોકો માટે પણ BNI એક ઉમદા પ્લેટફોર્મ બન્યું છે. 

શાલિની બંસલ જે એક ન્યૂટ્રિશનિસ્ટ છે અને તેઓ વેલનેસ પ્રોગ્રામનું સંચાલન કરે છે જેમાં સ્લિપ ડિસઓર્ડર, હાઈપર ટેન્શન, એલર્જી વગેરેનું જડમૂળથી નિવારણ કરવામાં આવે છે. તેમણે BNIની મીટિંગ અટેન્ડ કરી હતી અને મીટિંગ અટેન્ડ કર્યા બાદ તેમને શંકા હતી કે Giver’s Gain નો કન્સેપ્ટ એક ન્યૂટ્રિશનિસ્ટ માટે ફાયદાકારક હશે કે નહીં.

શાલિની બંસલ કહે છે કે  BNIમા જોડાયા બાદ તેમને ખરેખર BNIમા જોડાવાના નિર્ણય પર ખૂબ જ ગર્વ થાય છે તે ઉપરાંત BNIથી તેમને ઘણા ફાયદા થયા છે. BNIમા જોડાયા બાદ તેમને ઘણા રેફરન્સનો ફાયદો મળ્યો છે. BNIના દરેક સભ્યો રેફરન્સ આપીને એક રીતે તમને માર્કેટિંગ કરવામાં મદદ કરે છે. એ જ રીતે તમે પણ કોઈ અન્ય સભ્યને માર્કેટિંગમાં મદદ કરી શકો છો. તો એક રીતે આ સફળતા તરફ આગળ વધવાનું એક સરળ માધ્યમ તો છે પણ કમ્પિટેટર્સ સામે ટકી રહેવામા પણ મદદ કરે છે.

વિઝિબિલિટી પણ ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને કોન્ક્લેવ. કોન્ક્લેવથી જેટલી વિઝિબિલિટી મળે છે, તેવી વિઝિબિલિટી મેળવવાનો બીજો કોઈ સરળ માર્ગ કદાચ જ હોય. તે ઉપરાંત ફક્ત વિઝિબિલિટી જ નહીં પરંતુ વ્યાપાર પણ આ કોન્ક્લેવ થકી વધી શકે છે.

BNIમાં જોડાયા બાદ શાલિની બંસલના બિઝનેસને ભરપુર પ્રમોશન મળી રહ્યું છે અને તેઓ BNIમાં જોડાયાનો બિઝનેસની દ્રષ્ટિએ ફાયદો મેળવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp