સુરતમાં ફ્રી ફાયર રમતા ધો-10ના વિદ્યાર્થી પાસેથી મોબાઈલ લઇ લેતા તેને આપઘાત કર્યો

PC: insidesport.com

ઓનલાઈન ગેમોની અસર બાળકોની માનસિક સ્થિતિ પર થતી હોવાના અનેક કિસ્સા આવ્યા છે ક્યારે PUBG જેવી ગેમ રમીને બાળકે તેના પરિવારના સભ્યો પર જ હુમલો કર્યો હોવાના કિસ્સા સામે આવ્યો છે, તો ક્યારે ગેમ રમવાની ના પાડતા માઠું લાગી જતાં બાળકે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરી એક વખત સુરતમાં સામે આવ્યો છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના મોટાભાઈએ વિદ્યાર્થી સતત ગેમ રમતો હોવાને કારણે મોબાઇલ લઇ લીધો હતો અને આ જ કારણે વિદ્યાર્થીને માઠું લાગી જતા તેને પોતાના ઘરના ધાબા પર જઈને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા. પણ બાળકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ પોલીસને માહિતી આપી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ મળશે ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ગેમ રમવા જેવી બાબતે વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

રિપોર્ટ અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આનંદી ટાઉનશીપમાં ભાનુપ્રતાપ ચૌહાણ નામનો યુવક પોતાના પરિવારની સાથે રહેતો હતો. ભાનુપ્રતાપનો પરિવાર મૂળ રાજસ્થાનનો હતો અને તેઓ વર્ષોથી સુરતમાં રહેતા હતા. કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ થઈ હોવાના કારણે ભાનુપ્રતાપનો અભ્યાસ ન બગડે તે માટે તેના મોટા ભાઈ એ ઓનલાઇન અભ્યાસ કરવા ભાનુપ્રતાપને સ્માર્ટફોન અપાવ્યો હતો પરંતુ સ્માર્ટફોન પાસે આવતા જ ભાનુપ્રતાપ ઓનલાઇન અભ્યાસમાં ઓછું ધ્યાન આપવા લાગ્યો હતો અને તે મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમવા લાગ્યો હતો.

આ વાતની જાણ ભાનુપ્રતાપના મોટા ભાઈને થઇ હોવાના કારણે તેને નાના ભાઈ પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને કહ્યું હતું કે, જ્યારે તારો ઓનલાઈન ક્લાસ શરૂ થાય ત્યારે જ તું મોબાઈલ માગવા માટે આવજે. મોબાઇલ લઇ લીધો હોવાના કારણે ભાનુપ્રતાપને માઠું લાગી આવ્યું હતું. તેને રવિવારે પોતાના ઘરના ધાબા પર જઈને લોખંડની ગ્રીલ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં તેમને ભાનુપ્રતાપને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે ભાનુપ્રતાપની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ભાનુપ્રતાપના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. ગેમ બાબતે ભાનુપ્રતાપે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp