પરીક્ષા આપવા જઈ રહેલી કામરેજની આશાસ્પદ વિદ્યાર્થિનીનું ટ્રક અડફેટે મોત

PC: youtube.com

કામરેજમાં રહેતી અને બારડોલીની ઉમરાખ કોલેજમાં એમસીએમાં અભ્યાસ કરતી 20 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીનું શેરડી ભરેલી ટ્રક સાથે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કોલેજમાં પરીક્ષા આપવા માટે મોપેડ પર જઈ રહેલી યુવતીને ટ્રકે અડફેટે લેતા વિદ્યાર્થીનું પાછલા વ્હીલમાં આવી જતા મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, કામરેજના ભરથાણામાં રહેતી ઋત્વા પટેલ બારડોલી ખાતે આવેલી ઉમરાખની વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ એમસીએમાં પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. હાલ તેની પરીક્ષાઓ ચાલી રહી હતી. પરીક્ષાના પહેલા દિવસે ઋત્વાના પિતા વિજયભાઈ તેને કોલેજ સુધી મુકવા ગયા હતા. જ્યારે બીજી પરીક્ષાના દિવસે એટલે કે મંગળવારે ઋત્વાએ જાતે જ મોપેડ લઈને કોલેજ જવાની જીદ પકડી હતી. સવારે તે પરીક્ષા આપવા માટે પોતાનું મોપેડ લઈને ઘરેથી નીકળી હતી, દરમિયાન મોતા ગામ નજીક શેરડી ભરેલી ટ્રક નં. GJ-05T-0232ના ચાલકે ઋત્વાની મોપેડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ઋત્વા ટ્રકના પાછળના વ્હિલમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વધુમાં મળતી માહિતી અનુસાર, ઋત્વાને એક ભાઈ અને એક બહેન છે. તેનો નાનો ભાઈ ધો. 12માં અભ્યાસ કરે છે. ઋત્વાના મોતના સમાચાર મળતા તેના ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ તેની કોલેજમાં વિદ્યાર્થીઓએ મૌન પાડીને તેણીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેના મોતને પગલે મંગળવારની ઈન્ટરનેટની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp