સુરત ભાજપ પ્રમુખના તાપી અભિયાનને સમર્થન આપતો કોંગ્રેસ નેતાનો વીડિયો વાયરલ

PC: khabarchhe.com

સુરત શહેર જે નદીના કિનારે વસેલું છે તે તાપી નદીમાં પાણીજન્ય વનસ્પતિ એટલે કે જળકુંભીનું જંગલ ઉભું થઈ ગયું છે. વિયર કમ કોઝવેથી લઈ આખીય ડાઉન સ્ટ્રીમમા જળકુંભીને દુર કરવા માટે સુરત મહાનગરપાલિકાના ભાગનું કામ સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ માથે ઉપાડી લીધું છે.

સુરત મહાનગરપાલિકા પાસે જળકુંભી દુર કરવા મશીનો હોવા છતાં હાલ એ મશીનોની સ્થિત શું છે તે અંગે કોઈ કશું પણ બોલી રહ્યું નથી પરંતુ તાપી નદીના પ્રદુષણના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા જરૂર છે. કોંગ્રેસે જળકુંભી અંગે દુર કરવા અંગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો સુરત કોંગ્રેસના નેતા અને વિધાનસભાની ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમા સામેલ થયેલા કદીર પીરઝાદાએ નીતિન ભજીયાવાળાના તાપી શુદ્ધિકરણ અભિયાનને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી સમર્થન આપતા વિવાદ વકરી ગયો છે.

કદીર પીરઝાદાએ વીડિયોમા કહ્યું છે કે તાપી નદી સૂર્યપુત્રી તરીકે પણ ઓળખાય છે. તાપી નદીમાં એક જમાનામા ચોર્યાસી બંદરના વહાણો આવતા હતા. સુરત શહેરનો એક ઈતિહાસ છે. નદી હવે પુરાણ તરફ જઈ રહી છે. ગુજરાતના આર્થિક પાટનગરના લાખો લોકોને પીવાના પાણીનું સોર્સ તાપી નદી છે. તાપીથી સુરત અને આજુબાજુના લોકોને પાણી પુરું પાડવામા આવે છે. કાશીરામ રાણા મેયર હતા અને વિરોધપક્ષના નેતા તરીકે હું હતો. કોઝવે એટલા માટે બનાવવામા આવ્યો કે ફ્રેન્ચવેલથી શહેરના લોકોને પાણી પુરું પાડી શકાતું ન હતું. કોઝવેમા પાણી રોકીને સુરત શહેરને પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવામા આવી હતી. આ વ્યવસ્થા આજે પણ ચાલે છે.

તેઓ કહે છે કે તાપી નદીમા બદનસીબે પ્રદુષણ પણ થાય છે. અને કોઝવે પાસે સીંકીંગ થાય છે. જળકુંભીના કારણે પાણીનો સ્ત્રોત અટકી પડ્યો છે અટકી જશે. મારા મિત્ર નીતિન ભજીયાવાળાએ રામ નવમીના દિવસે જે ઝૂંબેશ ચાલું કરી છે તેને હું સમર્થન આપું છું. આ એક ભગીરથ કાર્ય છે. આ કાર્યમા સંપૂર્ણ સફળતાની શૂભેચ્છા પાછવું છું અને અપીલ અને વિનંતી કરું છું કે આમા સાથ આપીએ અને હાલ એ નજરમા રાખીએ કે આખી દુનિયામા પાણીની સમસ્યા ઉભી થવાની છે ત્યારે જળકુંભીને દુર કરવાના કાર્યમા એક સુરતી તરીકે સહકાર આપવામા આવે અને તેને સફળ થવાની શુભેચ્છા આપું છું.

કદીર પીરઝાદાના આ વીડિયો બાદ સુરત મહાનદરપાલિકાના કોંગ્રેસના કોર્પેોરેટ ઈકબાલ બેલીમે ફેસબુક પર કંઈક આ પ્રકારની ટીપ્પણી કરી હતી.

સાંભળો વીડિયો....

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp