કિશોર કાનાણીની જાહેરાતઃ જાણો કોને સોંપાશે ટોસીલીઝુમાબ ઈન્જેકશનનો સમગ્ર વહીવટ

PC: Khabarchhe.com

શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઇ આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રીએ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી, અને કોવિડ દર્દીઓની સારસંભાળની વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી. તેમણે કોરોના દર્દીઓને બહેતર સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પૂરી ટીમને કાળજી લેવાનો અનુરોધ કર્યો હતો.

દર્દીઓ માટે નવી હોસ્પિટલ બનાવી તેમાં પેશન્ટને ખસેડવા જેથી વધુમાં વધુ દર્દીઓને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા અંગે વિચાર વિમર્શ કરાયો હતો. આ ઉપરાંત, હાલમાં ખૂબ જરૂરી એવા ટોસીલીઝુમાબ ઈન્જેકશનનો સમગ્ર વહીવટ સ્મીમેર હોસ્પિટલને સોંપવામાં આવશે. જે અંતર્ગત, સૌથી વધુ જરૂરિયાતવાળા દર્દીઓને આ ઈન્જેકશન આપવાની પ્રાથમિકતા આપવામાં આવશે. ઇન્જેક્શન આપવાની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે. કોવિડ સિવાયના દર્દીઓને મસ્કતી હોસ્પિટલમાં સારવાર આપવાની પણ સુવિધા ઊભી કરવામાં આવશે, જ્યાં જરૂરી તમામ મેડિકલ સ્ટાફ તથા આરોગ્ય સંસાધનોથી સજ્જ કરવામાં આવે તે વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સિવિલ ખાતે મળેલી બેઠકમાં તબીબી અધિક્ષક ડો. રાગિણીબેન સહિત સિવિલના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp