ગુજરાતના આ શહેરમાં પ્રથમ વખત પૂઠાના બેડથી 182 બેડનું કોવિડ સેન્ટર બનાવાયું

PC: Khabarchhe.com

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજ્ય સરકારે પણ કોરોના સામે લડાઈ લડવા અનેક સકારાત્મક પગલાઓ લીધા છે, તેમજ સરકાર સાથે કોરોનાની લડાઈમાં અનેક સંસ્થાઓ ખભેખભા મિલાવીને કાર્ય કરી રહી છે. સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણ સામે કોરોનાના દર્દીઓ માટે સુરતના અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ ખાતે ધારાસભ્ય હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ મજુરા મિત્ર મંડળ દ્વારા 182 બેડનું ‘અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર’ તૈયાર કરવામાં આવ્યું છે. જે આજે સુરત મહાનગર પાલિકાને સુપરત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા રાત દિવસ મહેનત કરીને કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

સુરતમાં પ્રથમ વખત પૂંઠાના બેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ દરેક બેડ પાસે પંખા, ગરમ પાણી માટે ઇલેક્ટ્રિક કિટલી, બાફ લેવાનું મશીન અને મનોરંજન માટે ટી.વી તેમજ દર્દીના સગાવ્હાલાં સાથે વાત કરવાં વોકીટોકીની વ્યવસ્થા કરવામાં આવી છે.

દરેક પ્રકારની સુવિધા સાથે સુસજ્જ આ કોવિડ સેન્ટરમાં 11 ડોક્ટર, નર્સની મેડિકલ ટીમ કાર્યરત રહેશે અને તેમના માટે અલગથી એરકંન્ડીશનર કેબિનની વ્યવસ્થા પણ આ સેન્ટરમાં કરવામાં આવી છે. આજે આ કોવિડ સેન્ટર સુરત મહાનગર પાલિકાને સુપરત કરવામાં આવ્યું તે સમયે સિવિલ હોસ્પીટલના સ્ટાફ તેમજ અટલ સંવેદનાની ટીમ ઉપસ્થિત હતી. સિવિલ હોસ્પીટલની જેમ અહીં પણ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp