માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓના રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા, તમામ નેગેટિવ

PC: Khabarchhe.com

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા 'કોરોના કો હરાના હૈ'ના મંત્ર સાથે વ્યાપક આરોગ્ય સેવા સહિત ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના સંક્રમણને ખાળવા વ્યાપક એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેમાં વિવિધ સોસાયટીઓ સાથોસાથ તબક્કાવાર રીતે સરકારી કચેરીઓમાં જઈને કર્મચારીઓ માટે રેપિડ ટેસ્ટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઉપક્રમે ધન્વંતરિ રથ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના 25 અધિકારી-કર્મચારીઓનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા હતાં. જેમાં તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યાં હતાં.

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં નવ ધન્વંતરિ રથ ફરી રહ્યાં છે. જેમાં મેડિકલ ઓફિસર ડૉ.કિનલ શાહની ટીમના રથ નં.108 દ્વારા સેન્ટ્રલ ઝોનના ડોક્ટર, એ.એન.એમ., સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ અને વી.બી.ડી.સી. મળી કુલ છ આરોગ્ય કર્મીઓની ટીમે નાનપુરા, બહુમાળી ભવન સ્થિત માહિતી કચેરીના પ્રાંગણમાં રેપિડ એન્ટીજેન ટેસ્ટ કર્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp