સુરત મહાનગરપાલિકાએ 160 વસાહતના 2600 મકાન ખાલી કરવાની સુચના આપી

PC: youtube.com

ગુજરાતમાં વરસાદના કારણે ઘણી જગ્યા પર મકાન ધરાસાઈ થવાની ઘટના બની હતી. આ ઘટનાઓમાં કેટલાક લોકોના મોત પણ નીપજ્યા હતા. સુરતમાં જર્જરિત મકાનોના કારણે જાનહાનીની ઘટનાઓ ન બને તે માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જર્જરિત મકાનોનો સર્વે કરીને તમામ લોકોને મકાન ખાલી કરવાની નોટીસ આપી છે.

એક રીપોર્ટ અનુસાર સુરત શહેરમાં ગુજરાત હાઉસિંગ દ્વારા 30 વર્ષે પહેલા બનાવામાં આવેલી 160 વસાહતોના 2600 જેટલા મકાનોની હાલત ખરાબ છે. મકાનોની જર્જરિત સ્થિતિને લઇને આ વસાહતોમાં રહેતા તમામ લોકોને મકાનો વહેલામાં વહેલી તકે ખાલી કરવાની સુચના આપવામાં આવી છે. પહેલા આ મકાનનું સમારકામ કરવાનું ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ મકાનોનું સમારકામ ન કરવામાં આવતા સુરત મહાનગરપાલિકાને આ તમામ મકાનોની જવાબદારી સોંપવામાં આવી છે.

જેના કારણે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને જર્જરિત મકાન ખાલી કરવાની સુચનાઓ આપવામાં આવી છે. એક સાથે 2500 જેટલા પરિવારોને મકાન ખાલી કરવાની સુચના મળતા તેઓ મુજવણમાં મૂકાયા છે. જેથી મકાન માલિકોએ સુરત મહાનગરપાલિકાને તેમના રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી છે. SMCના અધિકારીઓએ આવાસો પર નોટીસના બેનરો લગાવ્યા છે.

આ બાબતે સ્થાનિક લોકો એ જણાવ્યું હતું કે, આ જર્જરિત બિલ્ડીંગ થઇ ગઈ છે એટલે અમે લોકો મકાન ખાલી કરવા માટે તૈયાર છીએ. પણ એ લોકો દસ્તાવેજ વાળા મકાન હોય તેને મકાન આપે છે અને જેના દસ્તાવેજ નથી તેને આપતા નથી.. બધાએ મકાન લેવા પૈસા ખર્ચેલા છે. અમને મકાન ખાલી કરવાનો કોઈ વાંધો નથી. અમારી એટલી જ માંગ છે કે, અમને આ બિલ્ડીંગ નવી બને ત્યાં સુધી રહેવાની સુવિધા આપવામાં આવે અને બાંધકામ થયા પછી જે લોકોના હાલમાં જે જગ્યા પર મકાન છે, તેમને તે જ જગ્યા પર મકાન આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp