સુરતના બિલ્ડરે પોતાની પાંચ બિલ્ડિંગમાં કોરોના હોસ્પિટલ બનાવવા તંત્રને અપીલ કરી

PC: youtube.com
કોરોના વાયરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશના લોકોને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માટે અને કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો ન થાય તે માટે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત દેશ અને રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરતના એક સામાજિક કાર્યકર્તા અને એક બિલ્ડરે પોતાની કન્ટ્રકશન સાઈટ પર તૈયાર થયેલી પાંચ બિલ્ડિંગમાં સરકારને હંગામી કોરોના હોસ્પિટલ ઉભી કરવા માટે નિવેદન કર્યું છે.

રિપોર્ટ અનુસાર સુરતમાં સામાજિક કાર્યકર્તા અને બિલ્ડર એવા પ્રવિણ ભાલાળાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વમાં જે મહામારી ફેલાય છે તે માટે આપણે બધાએ સાથે મળીને લડવું પડશે. સેવાભાવી સંસ્થા, બિલ્ડરો અને ડૉક્ટરોએ પણ આગળ આવવું પડશે. સુરતના વેલંજા વિસ્તારમાં મારી કન્ટ્રકશન સાઈટ પર પાંચ બિલ્ડીંગ તૈયાર છે અને તેમાં 200 કરતા વધારે ફ્લેટ છે એટલે કે સરકાર ઇચ્છે 400 બેડની કોરોના હોસ્પિટલ હંગામી ધોરણે બનાવી શકે છે. 

>

આટલું જ નહીં સામાજિક કાર્યકર્તા પ્રવિણ ભાલાળાએ તેના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કરીને મકાન માલિકોને તેમના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા લોકો પાસેથી એક મહિનાનું ભાડું નહીં લેવા માટે વિનંતી કરી છે અને પ્રવિણ ભાલાળાએ પણ તેના મકાન અને દુકાનમાં રહેતા ભાડુઆત પાસેથી એક મહિનાનું ભાડું નહિ લેવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તમામ બેંકોને લોકોના બે હપ્તા માફ કરવાની અથવા તો લોન પૂરી થયા બાદ બે હપ્તા લેવા માટેની વિનંતી પણ કરી હતી.

પ્રવીણ ભાલાળાની આ વિનંતી કરવાનું કારણ એ હતું કે, હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે લોકો પોતાના ઘરે બેસીને આવક મેળવી શકતા નથી અને આવક ન હોવાના કારણે તેઓને આર્થિક રીતે તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આર્થિક તંગીના કારણે લોકો બેંકના હપ્તા ભરી શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાથી પ્રવીણ ભાલાળાએ બેંકને લોકોના બે હપ્તા માફ કરવાની અથવા તો લોન પૂર્ણ થયા પછી બે હપ્તા લેવા માટેની રજૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp