5 દેશ પૂરતો સીમિત થયો સુરત હીરાઉદ્યોગ, 2008 પહેલા 15 લાખ લોકોને મળતી રોજગારી હવે

PC: businessworld.in

ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા દેશોમાં હીરાઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતના હીરાઉદ્યોગમાં ઉત્પાદનનું પ્રમાણ ઘટ્યું છે. ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે સુરત સહિત ગુજરાતના 15,000 જેટલા રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. ગુજરાતના હીરાઉદ્યોગમાં મંદીનું કારણ એ છે કે, ભારતનો જેમ્સ એન્ડ જ્વેલરીનો 90% એક્સપોર્ટ 5 દેશ પૂરતો જ મર્યાદિત થઇ ગયો છે.

હીરા અને જ્વેલરી ઉદ્યોગને નવું બજાર મળી રહે તે માટે કેન્દ્રીય વાણીજ્યમંત્રી પિયૂષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં જેમ્સ એન્ડ જ્વેલરી સંગઠન દ્વારા લેટીન અમેરિકા, તૂર્કી, કેનેડા જેવા દેશો સાથે FTA (Free Trade Agreement)કરવા માંગ કરી હતી. સુરતનો હીરાઉદ્યોગ એક સમયે 15 લાખથી વધારે લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો હતો, પરંતુ 2008ની મંદી પછી નોટબંધી, GST અને મોટા કૌભાંડોની અસર હીરાઉદ્યોગને થઇ છે.

એપ્રિલ 2019ના જેમ્સ એન્ડ જ્વેલરીના આંકડાઓ અનુસાર ભારતનો એક્સપોર્ટ અમેરિકામાં 6.68 બિલિયન સાથે 28% થયો. હોંગકોંગમાં 6.65 બિલિયન સાથે 28% થયો. UAEમાં 6.32 બિલિયન સાથે 26% થયો. બેલ્જિયમમાં 1.14 બિલિયન સાથે 5% થયો. ઈઝરાયલમાં 0.62 બિલિયન સાથે 2% થયો અને અન્ય દેશમાં 2.26 બિલિયન સાથે 10.9% થયો છે.

ભારતમાં રફની ઈમ્પોર્ટની વાત કરવામાં આવે તો બેલ્જિયમમાં 3.8 બિલિયન સાથે 24% રફ ઈમ્પોર્ટ થઇ, સ્વિટ્ઝર્લેન્ડમાં 3.9 બિલિયન સાથે 24% રફ ઈમ્પોર્ટ થઇ, UAEમાંથી 3.75 બિલિયન સાથે 24% રફ ઈમ્પોર્ટ થઇ, હોંગકોંગમાંથી 1.13 બિલિયન સાથે 7% રફ ઈમ્પોર્ટ થઇ, દક્ષિણ આફ્રિકામાંથી 0.75 બિલિયન સાથે 5 % રફ ઈમ્પોર્ટ થઇ અને અન્ય દેશમાંથી 2.52 બિલિયન સાથે 16% રફની ઈમ્પોર્ટ થઇ હતી.

આ બાબતે GJEPCના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાનું કહેવું છે કે, સુરતના હીરા બજારમાં આ વખતે ઉઠામણાની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાય નથી, પરંતુ નાના કારખાનાઓ પોતાનું કામ ધીમે-ધીમે બંધ કરી રહ્યા છે અને તેના કારણે 15 હજારથી વધારે રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp