શ્રી રામકૃષ્ણ કોલેજમાં કેપ્ટન મીરા દવેનું વિદ્યાર્થિનીઓને સંબોધન

PC: Khabarchhe.com

ભારતમાં સમાજના વિકાસમાં મહિલાઓની ભાગીદારી પ્રાચીન સમયથી રહી છે. ભારતનો સમાજ મહિલાઓ માટે હંમેશાથી ન્યાયી રહ્યો છે. ભારતમાં તો અર્ધનારીશ્વરનો વિચાર સંસ્કૃતિના શરૂઆતના સમયથી જ રહ્યો છે. સમય બદલાય તે મુજબ મહિલાઓની ભૂમિકાઓ પણ બદલાતી રહી છે. હું પોતે આર્મીમાં રહી ચૂકી છું. મારો જ દાખલો છે. હાલ ભારતીય આર્મીમાં મહિલાઓ અગ્રણી ભૂમિકા નિભાવી રહી છે. મહિલાઓએ પોતે જ પોતાની ભૂમિકા નક્કી કરીને સમાજના વિકાસમાં યોગદાન આપવાનો છે, તેમ સુરતના પહેલા મહિલા આર્મી કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવેએ જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ તેમની આર્મીમાં સેવા દરમિયાનની સફર પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી જેનાથી વિદ્યાર્થીઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

તેઓ સાર્વજનિક યુનિવર્સિટીની શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ (SRKI)ના - વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા આયોજિત “ મહિલાઓના નેતૃત્વમાં સમાન અને ન્યાયી સમાજનો વિકાસ” વિષય પર પ્રેરક સેમિનારમાં બોલી રહ્યા હતા. આ આયોજન કેન્દ્ર સરકારના જી-20 કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યું હતું. કેપ્ટન મીરા દવેનું સ્વાગત કોલેજના ઇ.આચાર્ય ડો. ચૌલામી દેસાઇએ તુલસીનો છોડ આપીને કર્યું હતું.

પ્રોગ્રામનું આયોજન વુમન ડેવલપમેન્ટ સેલના કો-ઓર્ડિનેટર ડો. બિનિતા દેસાઇ, ડો. રૂપલ સ્નેહકુંજ અને ડો. સંગીતા સનાઢ્યની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર્સ અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હાજર રહી સંબોધનને માણ્યું હતું.



મીરા સિદ્ધાર્થ દવે મૂળ વલસાડના છે અને તેઓ આ વિસ્તારમાંથી કેપ્ટન બનનાર પહેલા મહિલા હતા. તેઓ આર્મીમાંથી નિવૃત્ત થયા પછી હાલ જુદી જુદી કોલેજો અને સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp