સુરતનું સ્ટાર્ટ-અપ બન્યું ગુજરાતનું ગૌરવ

PC: khabarchhe.com

પાંચમી ઓકટોબરે અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા - 'નેશનલ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇન્નોવેશન સમિટ'માં સુરતનું ગર્વ - એક સ્ટાર્ટ-અપ MEMIGHTY 'મીમાઇટી' વૈધાનિક અને સંસદિય બાબતોનાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ફોર ટેકિનકલ એજ્યુકેશનનાં ચેરમેન ડો. અનિલ સહસ્રબુદ્ધેનાં હસ્તે 'બેસ્ટ સ્ટાર્ટ-અપ'નું સન્માન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ત્રણ પુરસ્કારની કેટેગરી રાખવામાં આવી હતી: Early Stage Startup એવોર્ડ, ફેકલ્ટી startup એવોર્ડ, Growth Stage Startup એવોર્ડનાં આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

દેશના તમામ રાજ્યની 8000 સ્ટાર્ટ અપમાંથી સુરતનું ગૌરવ MEMIGHTY , Growth Stage Startup સન્માનનું ગૌરવ બન્યું હતું. MEMIGHTY સુરતના એન્જિનિયર વિદ્યાર્થીઓ દ્વારા શરુ કરવામાં આવેલી છે. જે આજે વિશ્વભરમાં એન્જિનીયરીન્ગ અને ટેક્નોલોજીમાં ઇન્નોવેટીવ પ્રોજેક્ટ્સ બનાવે છે. MEMIGHTYનું પહેલું ઈન્વેન્શન - mightyHOME - ભારતમાં પેહલી Made in India ઑટોમૅશન પ્રોડક્ટ છે જેમાં મોબાઈલથી ઘરનાં ઉપકરણોને કંટ્રોલ કરી શકાય છે. બીજું એક ઈન્વેન્શન CoolSense - MEMIGHTYએ ઉર્જા બચત માટે ડેવેલોપ કર્યું છે. જેમાં Air Conditioners (A. C )ને સ્માર્ટ સેન્સર્સથી કંટ્રોલ કરીને 40% જેટલી ઉર્જા બચત કરી શકાય છે. 'ઉર્જા બચત એજ ઉર્જા ઉત્પાદન છે '. ત્રીજું ઈન્વેન્શન - mightyPLUG કે જેમાં મોબાઈલ ફોન યુઝર્સને ઓવર ચાર્જિંગથી થતા અેકસિડેન્ટ્સથી બચાવે છે. આ ઈન્વેન્શન વિશ્વભરના સ્માર્ટફોન યુઝર્સને લાભદાયક છે. તેઓ 8 patentable inventions પર કામ કરી રહ્યા છે. ત્રણ વર્ષમાં 650+ પ્રોજેક્ટસ, 6+ રાષ્ટ્રમાં 150+ કલાયંટ્સ સાથે કામ કર્યું છે.

આ એવોર્ડ સુરતના બધા એન્જિનીયરીન્ગ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ બનવા માટે પ્રેરણાદાયક છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp