ટ્રાફિક નિયમને લઈ જાગૃતિ લાવવા સુરતી કપલે કરાવ્યું અનોખું પ્રી-વેડિંગ શૂટ

PC: dainikbhaskar.com

હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ચાલી રહી છે અને ઘણા કપલ લગ્ન પહેલા પ્રિ-વેડિંગ શૂટ કરાવતા હોય છે. પ્રિ-વેડિંગ શૂટમાં અલગ-અલગ થીમ સાથે ફોટો અને વીડિયોશૂટ કરવામાં આવે છે અને કપલ પોતાની આ સોનેરી યાદોના ફોટોગ્રાફ્સ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કરતા હોય છે. કોઈ કુદરતના ખોળે, તો કોઈ દરિયા કિનારે, કોઈ વળી જૂની ઈમારતો કે મહેલોમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવતા હોય છે, પરંતુ સુરતના એક કપલે લગ્ન પહેલા લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈ જાગૃતિ આવે તે માટે અત્યાર સુધીમાં કોઈ પણ કપલે નહીં કરાવ્યું હોય અને વિચાર્યું પણ નહીં હોય તેવું પ્રિ -વેડિંગ શૂટ કરાવ્યું હતું.

એક રિપોર્ટ અનુસાર, સુરત શહેરમાં રહેતા પિંકલ ચૌહાણ અને ડીંકલ ચૌહાણે તાજેતરમાં લાગુ થયેલા ટ્રાફિક નિયમોને લઇને લોકોમાં જાગૃતિ આવે તે માટે અલગ જ પ્રકારની થીમ પર પ્રિ-વેડિંગ શૂટ કરાવ્યું હતું. જેમાં યુવતી ટ્રાફિક પોલીસ બની હતી અને યુવક ટ્રાફિક નિયમને ફોલો કરી રહ્યો હતો. તેમણે કેટલાક ફોટાઓમાં વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો, સ્પીડ લિમિટ કરતા વધારે સ્પીડમાં વાહન નહીં ચલાવવું, કાર ડ્રાઇવ કરતા સમયે સીટ બેલ્ટ બાંધવો અને ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત પહેરવું તેવો સંદેશ આપ્યો હતો. પિંકલ ચૌહાણ અને ડીંકલ ચૌહાણને આ ફોટોશૂટ કરાવવા માટે એક દિવસનો સમય લાગ્યો હતો.

આ બાબતે ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે, અમે દર વર્ષે કપલ માટે નવો આઈડિયા વિચારતા હોઇએ છીએ. અત્યારે ટ્રાફિકની ઘણી સમસ્યાઓ છે અને એટલા માટે આ વખતે મેં લોકોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃતિ આવે તે રીતે પ્રિ-વેડિંગ શૂટ કરવાનો વિચાર કર્યો હતો. એટલે આ અનોખી રીતે અને લોકોને જાગૃત કરતું પ્રિ-વેડિંગ કર્યું શૂટ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp