હાલનો સ્ટ્રેન ઘાતક છે, મ્યુ.કમિશનરે આ 5 બાબતો પર ધ્યાન આપવા કહ્યું

PC: Khabarchhe.com

સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ જ ઘાતક હોવાના કારણે તમામ લોકો ઘરની બહાર નીકળતા સમયે ફરજિયાત માસ્ક પહેરે અને વેક્સિન લે તેવું પણ સુરત મહાનગરપાલિકા કહેવામાં આવ્યું છે. બીજી તરફ રમજાન મહિના સંદર્ભે મુસ્લિમ લોકો આ તહેવારની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરે તે બાબતે મુસ્લિમ ધર્મ ગુરુ અને સમાજના અગ્રણીઓ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સુરત મહાનગર પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાનો નવો સટ્રેન ખૂબ જ ઘાતક છે અને તેને ગંભીરતાથી લઈને તકેદારી રાખવી જોઈએ..આ નવો વાયરસ 50 વર્ષથી મોટા લોકો માટે જ નહીં પરંતુ નવયુવાનો માટે પણ ઘાતક છે.

બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ ઝોન, રાંદેર ઝોન, લિંબાયત ઝોનમાં મુસ્લિમ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને માર્કેટમાં ભીડ નું પ્રમાણ વધુ જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર પણ જોવા મળે છે. તેથી લોકો ભીડ ન કરે અને માસ્ક પહેરે તે બાબતે માર્કેટમાં એકશન કમિટી બનાવીને સાંજે 5થી 8ના સમય દરમિયાન માસ્ક અને સામાજિક અંતરનું પાલન થાય તે બાબતે કામગીરી હાથ ધરવામાં આવે.

વધુમાં વધુ કોરોના ટેસ્ટીંગ કરવું જોઈએ અને પ્રાથમિક તબક્કે સારવાર મેળવીને જ જીવલેણ બીમારીથી બચી શકાય છે.

સુરત મહાનગરપાલિકાના સર્વેલન્સ તથા ધનવંતરીના સ્ટાફને સહકાર આપીને વધુમાં વધુ આપના વિસ્તારની માહિતી આપીને ટેસ્ટીંગ કરવું જોઈએ.

કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને જ ઇફતારી અને સામૂહિક નમાજ અદા કરવી જોઈએ નહીં. પોતાના ઘરમાં જ નમાજ અદા કરવી જોઈએ તેમજ ગરીબોને ઇફતારી મદદ માસ્ક પહેરીને જ કરવી.

કોરોના સંક્રમણની સામે જીતવા માટે વેક્સીન એક મહત્ત્વનું હથિયાર છે અને 45 વર્ષથી મોટી ઉંમરના તમામ વ્યક્તિઓ એ અચૂક વેક્સીન લેવી જોઈએ અને 1 મેં 2021થી 18 વર્ષથી મોટી વ્યક્તિ એ પણ વેક્સીન ફરજિયાત લેવી જોઈએ અને મુસ્લિમ સમાજના લોકોએ પણ સમયસર વેક્સીન લઈને કોરોનાનું જોખમ ઘટાડવા સહકાર આપવુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp