ઓમીક્રોનના ભય વચ્ચે તબીબોએ વધારી સરકારની ચિંતા, માગ નહીં સંતોષાય તો થશે હડતાલ

PC: youtube.com

સુરતમાં સરકારી તબીબોએ સરકારની સામે હડતાલની ચીમકી ઉચ્ચારી છે. તબીબોની માગણી છે કે, નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ અને પગારની મહત્તમ મર્યાદા સહિતનો ઠરાવ લાગુ કરવામાં આવે. આ ઠરાવ 22 નવેમ્બરના રોજ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તબીબોએ રીટાયર્ડ થયેલા ડૉકટરોને પેન્સન આપવાની માગણી કરી છે. તો તબીબોની કોન્ટ્રક ભરતી બંધ કરીને કાયમી ભરતી કરવાની માગણી કરવામાં આવી છે. આ માગણી સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉકટરો દ્વારા એક રેલી કાઢીને વિરોધ કરવામાં આવો હતો. ડૉકટરોએ કહ્યું છે કે, સરકાર મીટીંગ કરવા નહીં બોલાવે અને રજૂઆતોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં હડતાલ થશે. આ હડતાલને રાજ્યના સરકારી 8 હજાર ડૉકટરોનું સમર્થન હશે તેવું પણ ડૉકટરો દ્વારા કહેવામાં આવ્યું હતું.

ડૉકટરોનું કહેવું છે કે, 16-05-2021ના રોજ તત્કાલીન સરકાર સાથે અમારે વાતચીત થઇ હતી. અમે પ્રદીપસિંહ જાડેજા સાહેબને રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ જાડેજા સાહેબ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ રજૂઆત સમયે હેલ્થ સેક્રેટરી પણ હતા, ફાયનાન્સ સેક્રેટરી હતા અને GADના સેક્રેટરી પણ હતા. તેમને અમારા 12 મુદ્દાઓનો GR રાજ્યપાલના હુકમથી કર્યો હતો. હવે આ બધા પ્રશ્નો સોલ થયા છે. જેમાં 11 પ્રશ્નો વહીવટી પ્રશ્નો છે. જેમાં સેવા સળંગ કરવા જેવા પ્રશ્નો છે. લોકોએ 10થી 12 વર્ષ સુધી કામ કર્યું છે અને તેમની સેવા સળંગ ન થાય એટલા માટે તેમને પેન્શનના લાભ મળતા નથી. અમારા ત્રણ ડૉકટરોનું મૃત્યુ થયું છે તેમને આજ સુધી પેન્શન મળ્યું નથી.

અમારા નાના-નાના પેપેરને લઇને જે પ્રશ્નો છે તેને વહીવટી તંત્ર ઉકેલી શકે છે. પણ આ કામ થયું નથી. સાથે જ અમારી પગાર વધારાની માગણી હતી પણ એ પણ તેમને રીવર્સ કરી દીધી. અમારો જે પગાર વધાર્યો હતો 5થી 6 મહિના પહેલા તે પણ પરત લેવાનો જૂની અસરથી તેવો પણ GR કરવામાં આવ્યો છે. અમારી 16-05ના રોજ જે બેઠક થઇ હતી તેનાથી વિપરીત GR કાઢવામાં આવ્યો છે. તેનાથી અમને ખૂબ દુઃખ થયું છે. એટલા માટે અમારે આંદોલન કરવાની ફરજ પડી છે. અમે આ કરવા માગતા નથી પણ ના છૂટકે અમારે આ કરવું પડી રહ્યું છે.   

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે દેખાવો કરીએ અને અમને એક બે દિવસમાં મીટીંગ માટે બોલાવે. અમારી મેં મહિનામાં મીટીંગ થઇ છે તેમાં મુખ્યમંત્રી સહી છે. આટલા બધા લોકોની મંજૂરી હોય તો અમારી માગણીને માનવમાં શું વાંધો છે. જો કોઈ વાંધો હોય તો અમને તે સમજાવે. જો આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી અઠવાડિયાથી 10 દિવસમાં હડતાલ થશે. આ હડતાલ સમગ્ર ગુજરાતની થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp