સાંસદ મોહન ડેલકરની અંતિમયાત્રામાં આખુ સેલવાસ ઉમટી પડ્યું, જુઓ ફોટા

PC: Khabachhe.com

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટેલમાંથી મળી આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે મોહન ડેલકરના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ રાત્ર તેમના પાર્થિવદેહને સેલવાસમાં લાવવામાં આવ્યો હતો.

સેલવાસમાં આવેલા આદિવાસી ભવન ખાતે મોહન ડેલકરના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આદિવાસી ભવન ખાતે મોટી સંખ્યાના ભાજપ સહિતના રાજકીય પક્ષના નેતાઓ ડેલકરના અંતિમ દર્શન માટે આવ્યા હતા.

સાથે જ મોટી સંખ્યામાં લોકો પણ મોહન ડેલકરના પાર્થિવદેહના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

દાદરાનગર હવેલીના ભાજપના આગેવાન અને પૂર્વ સાંસદ નટુ પટેલે પણ ડેલકરના પાર્થિવદેહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી.

મોહન ડેલકરની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેઓ લોકોને પ્રિય નેતા કહેવાતા હતા અને ગરીબ લોકોના કામ કરવામાં તેઓ ખૂબ આગવું સ્થાન ધરાવતા હતા.

મોહન ડેલકર સંઘપ્રદેશના રાજકારણનું ખૂબ મોટું નામ હતું. તેઓ સાત ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. તેમને અપક્ષ, નવ પાર્ટી, કોંગ્રેસ અને ભાજપમાંથી પણ ચૂંટણી લડીને જીત્યા છે.

દમણ-દીવન સાંસદ લાલુ પટેલે પણ મોહન ડેલકરના નિધનને લઇને દુઃખ વ્યક્ત કર્યું છે. લાલુ પટેલે જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે તપાસ કરશે અને દૂધનું ધૂધ અને પાણીનું પાણી થઇ જશે.

મોહન ડેલકરની અંતિમયાત્રા આખું દાદરાનગર ઉમટી પડ્યું હોય તે રીતે લોકો એકઠા થયા હતા. ડેલકર લોકોને પ્રિય નેતા હતા તેથી જ તેઓ સતત 7 ટર્મથી ચૂંટાઈને આવતા હતા. મોહન ડેલકરના આપઘાતને લઇને લોકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.

મહત્ત્વની વાત છે કે, મોહન ડેલકરના નિધનન લઇને તેમના મીડિયા ઇન્ચાર્જ દીપક પટેલે આક્ષેપ કર્યો છે કે, મોહન ડેલકર છેલ્લા કેટલાક સમયથી પ્રશાસનિક તાનાશાહીના કારણે તણાવમાં રહેતા હતા.

પ્રશાસનિક તાનાશાહીને કારણે મોહન ડલેકરે આ અંતિમ પગલું ભર્યું હોય શકે છે. પણ આગામી દિવસોમાં પોલીસની તપાસ પરથી જ સામે આવશે કે, મોહન ડેલકરે શા માટે જીવન ટુંકાવ્યું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp