સુરતમાં પ્રેમ પ્રકરણમાં પતિએ પત્નીની હત્યા કરી, 10 મહિને ભાંડો ફૂટ્યો

PC: healthshots.com

લગ્ન જીવનમાં આડાસંબંધમાં પતિ અને પત્ની વચ્ચે તકરાર થતી હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે કેટલાક કિસ્સાઓમા તો પત્નીએ પ્રેમીને પામવા માટે પતિની હત્યા કરી હોવાના અથવા તો પતિએ પત્નીની હત્યા કરી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ પ્રકારનો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં એક પતિએ પત્નીના પ્રેમ સંબંધને લઈને તેની હત્યા કરી નાંખી હતી અને ત્ય્યરબાદ તેની હત્યાને અકસ્માત ખપાવી હતી પરંતુ પોલીસની તપાસ દરમિયાન હત્યારા પતિનો ભાંડો ફૂટ્યો હતો અને તેની આ ઘટનાના 10 મહિના પછી હત્યાના ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સુરતના ગોડાદરા વિસ્તારની છે. 

રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા રેલવે ટ્રેક પરથી દસ મહિના પહેલા પોલીસને એક મહિલાની લાશ મળી આવી હતી. તે સમયે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ પછી પોલીસે મહિલા કોણ છે તે બાબતે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ મહિલાનું નામ સોનલ કલસરીયા છે. સોનલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી હતી અને તે પરિણીત હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વધારે તપાસ શરૂ કરી હતી. પોલીની તપાસમાં સામે આવ્યું હતું કે, સોનલના લગ્ન થયા હોવા છતા પણ તેને એક વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ સોનલ તેના પ્રેમીની સાથે ગીરસોમનાથના ઉના ખાતે ભાગી ગઈ હતી.

ત્યારબાદ સોનલનો પત્ની અને સાસરિયાં તેને સુરતમાં લાવ્યા હતા. સુરત આવ્યા બાદ સોનલનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો હતો. તે સમયે સોનલના પત્ની અને સાસરિયાઓએ જણાવ્યુ હતું કે, તેને આપઘાત કર્યો છે. પણ પોલીસને આ વાત ગળે ઊતરતી નોહોતી. તેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સોનલના પતિની પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં સોનલનો પત્ની પડી ભાંગ્યો હતો અને તેને બનેવીની સાથે મળીને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

સોનલના પતિએ જણાવ્યુ હતું કે, સોનલને પરત લાવ્યા પછી પતિએ તેને માર માર્યો હતો અને ત્યારબાદ તેનું માથું દિવાલની સાથે અથડાવ્યું હતું. માથું દીવાલ સાથે અથડાવ્યું હોવાથી સોનલ બેભાન થઈ ગઈ હતી. બેભાન હાલતમાં પતિ સોનલને કારમાં લઈને રેલવે ટ્રેક પર ગયો હતો અને ટ્રેક પર સોનલને બેભાન અવસ્થામાં મૂકી દીધી હતી. તેથી ટ્રેનની નીચે કચડવાથી તેનું મોત થયું હતું. પતિએ જ પોલીસની તપાસમાં સોનલની હત્યાની કબૂલાત કરતાં પોલીસ દ્વારા સમગ્ર સોનલના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp