ગુજરાતના આ ગામમાં 100 ટકા ટોઇલેટ બન્યા છે, પણ માત્ર કાગળ પર

PC: Youtube.com

સ્વચ્છ ગામની વાત કરનારી સરકારના રાજમાં હજી પણ કેટલાક ગામડાઓમાં ટોઇલેટની સુવિધા નથી. અમુક ગામમાં ટોઇલેટ ન હોવા છતાં પણ ગામમાં 100 ટકા ટોઇલેટ હોવાનો દાવો સરકાર કરે છે. ગામમાં ટોઇલેટ બન્યા નથી અને સરકારી ચોપડે ગામમાં 100 ટકા ટોઇલેટ હોવાનો ઉલ્લેખ થયો છે. આ વાત છે નવસારી પાસે આવેલા ખેરવા ગામની. આ ગામમાં હજુ પણ કેટલાક પરિવારો ગ્રામપંચાયતની ટોઇલેટની સુવિધાથી વંચિત છે. એક તરફ ખેર ગ્રામપંચાયતમાં 100 ટકા ટોઇલેટ બની ગયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ ગ્રામપંચાયતે સરકારને બતાવીને ગામમાં 100 ટકા ટોઇલેટ હોવાનું સર્ટિફિકેટ મેળવી લીધું છે.

ગામમાં ટોઇલેટની હકીકત કંઈક અલગ જ છે. આ ખેર ગ્રામપંચાયતમાં આવતા ગામોના ઘણા લોકો હજી પણ ટોઇલેટની સુવિધાથી વંચિત છે. ગામ લોકોએ ગામમાં પૂરતા ટોઇલેટ બનાવી આપવા માટે સરકારી કચેરીઓમાં ઘણી રજૂઆતો કરી હોવા છતાં પણ સરકારી કચેરીના અધિકારીઓ દ્વારા ગામ લોકોની રજૂઆત સ્વીકારવામાં આવતી નથી. ગામમાં ટોઇલેટ પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે ગામ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp