સુરતની આ બેંકમાં પાલિકાએ કોરોના ટેસ્ટ કરતા 7 લોકો પોઝિટિવ મળ્યા

PC: deccanherald.com

રાજ્યમાં અનલોકનું એલાન થતા કોરોના વાયરસને સુરત શહેરની પ્રજા હળવાશથી લઈ રહી છે. રોજના કામમાં માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવી બાબતનું ક્યાંય ધ્યાન રાખવામાં આવતું નથી. કોરોના વાયરસ અંગે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પણ પાલન કરતા નથી. જેના કારણે કોરોના વાયરસના સંક્રમણમાં એકાએક વધારો થઈ રહ્યો છે.

શહેરના સલાબતપુરા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 7 વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યા છે. જે એક ગંભીર બાબત કહી શકાય. જો કોઈ સંસ્થામાં કોઈ એક વ્યક્તિને સંક્રમણ થયું હોય અને અન્ય લોકો કોરોના વાયરસની ગાઈડલાઈન્સનું પાલન ન કરે તો અન્યમાં પણ કોરોના વાયરસનો ચેપ લાગવાનો ભય રહે છે. શહેરના એક જવાબદાર નાગરિક તરીકે માસ્ક પહેરી અને સામાજિક અંતર જાળવી, વારંવાર હાથ ધોઈ અને સંક્રમણને અટકાવી શકાય. સુરત શહેરમાં એક દિવસમાં 169 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કુલ કેસનો આંકડો 25144 સુધી પહોંચી ગયો છે. સુરત મહાનગર પાલિકા તરફથી એક્ટિવ સર્વેલન્સ દરમિયાન 2183 ટીમ તરફથી 894216 લોકોની સઘન તપાસ કરવામાં આવી હતી. સુરત મહાપાલિકાના હદ વિસ્તારમાં આવેલા શાકભાજી, દુકાન, લારી તથા અનેક વસ્તુઓનું વેચાણ કરતા 293 પાથરણા બંધ કરાવવામાં આવ્યા છે. મહાનગર પાલિકા તંત્ર તરફથી કરવામાં આવેલા APX સર્વેમાં કુલ 290754 ઘરમાં સર્વે કરવામાં આવ્યો હતો.

આ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કંટ્રોલ કરવા તથા શહેરીજનોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સારવાર સરળતાથી મળી રહે એ માટે શહેરના મોટા પ્રમાણમાં અનેક વિસ્તારને આવરી લઈ આરોગ્ય રથ સેવા શરૂ કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં 108 ધન્વંતરી આરોગ્ય રથ 427 વિસ્તારમાં કુલ 52702 ઘર તથા 220168 વ્યક્તિઓના આરોગ્યનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 27198 વ્યક્તિઓની OPD, તાવના 78 તથા અન્ય બીમારીના 25339 કેસ મળ્યા છે. 145380 વ્યક્તિઓની SPO2ની તપાસ કરવામાં આવી છે.

6716 લોકોને હોમિયોપેથી દવા, 7416 વ્યક્તિઓને આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિમાં આ સંક્રમણને અટકાવવા માટે સ્વયં શિસ્ત જાળવીને માસ્ક પહેરવું તથા સામાજિક અંતર જાળવવું, સાબુ તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. આ SOPનું પાલન કરવું જરૂરી છે. સુરત મહાપાલિકા તરફથી પ્રજાને કોરોના વાયરસના કહેરથી બચાવવા માટે આ ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે વારંવાર સૂચના આપવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો બેદરકારી પૂર્વક વર્તે છે. ગાઈડલાઈન્સનું કોઈ રીતે પાલન કરતા નથી. તેથી તંત્ર તરફથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે દંડ વસુલવામાં આવે છે. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સામાજિક અંતર ન જાળવવા બદલ 169 લોકો પાસેથી રૂ.42800 માસ્ક ન પહેરવા બદલ 109 લોકો પાસેથી 32800રૂ. એમ કુલ મળીને 278 લોકો પાસેથી રૂ.75600ની રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp