સુરતમાં બે દિવસની JITO કોન્કલેવ

PC: Khabarchhe.com

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓગ્રેનાઇઝેશન-JITO સંસ્થા દ્વારા 14 ઓગસ્ટ, રવિવારના રોજ હાલની આઇ.બી.સી. બિલ્ડીંગ, પીપલોદ ખાતેથી તેની મધ્યસ્થ ઓફિસ સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના એરિયામાં સ્થળાંતરિત થઇ રહી છે. તા. 14 અને 15 ઓગસ્ટ 2022ના રોજ અવધ ક્લબ ખાતે બે દિવસની JITO કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસે ઝોન કન્વેનશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ઝોનના 6 ચેપ્ટરના 300 સભ્યો હાજર રહેશે. ગુજરાત ઝોન કન્વેનશન બાદ જે.પી.એફ. વિષય પર Key Note નું આયોજન કરાયું છે. જેમાં રોઝી બ્લ્યુ ડાયમંડના સંચાલક દિલીપ મહેતા હાજર રહેશે. ત્યારબાદ જે.આઇ.આઇ.એફ નું આયોજન થશે. ઇન્દોર સ્ટેડિયમ ખાતે રવિવારે રાત્રે 7.30 કલાકે, બોલિવૃડ સિંગર આદિત્ય ઉદિત નારાયણ ઘૂમ મચાવશે. 15મી ઓગસ્ટના રોજ JITO ના નવા કાર્યાલયના ઉદ્ઘાટનની સાથે JITO એપેક્ષ બોર્ડની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારબાદ JITO એપેક્ષ અને JITO યુથ વિંગની બોર્ડ બેઠક, જૈન ગોટ ટેલેન્ટ અને લીડરશીપ કાર્યશાળાનું આયોજન કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp