મહારાષ્ટ્રથી વાહનો ચોરી ગુજરાતમાં વેચી મારતી ગેંગ પકડાઇ

PC: Khabarchhe.com

વલસાડ જિલ્લાના વાપી તથા ડુંગરા વિસ્તારમાં હાઈવે આજુબાજુના વિસ્તારોમાંથી વહેલી સવારના સમયે છોટા હાથી તથા મોટરસાયકલની ચોરીના બનાવ બનતા હોય અને આ પ્રકારના છોટા હાથી જેવા વાહનચોરીના ગુનાઓ બનતા હોય છે જે સંદર્ભમાં વલસાડ એસઓજી પોલીસની ટીમ વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડુંગરા ડુંગરી ફળીયા વિનંતી નાકા ત્રણ રસ્તા ખાતે આવતા પોલીસ કોન્સ્ટેબલ સહદેવ સિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા તથા દિગ્વિજયસિંહ વાઘેલાએ ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે વાપી તથા ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર બનતા વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પોતાના કબજા ની ટાટા એસ ટેમ્પો નંબર MH-46-BB-4788 બંધ બોડીની ગાડી લઈ મુંબઈ ખાતે ચોરી કરેલ  વાહન તથા વિલ પ્લેટ સાથે ના ટાયરો વેચવા માટે કરવડ નૂર કાંટા તરફ આવનાર છે. એ બાતમીના આધારે વોચ ગોટવી ચોર ઇસને પકડી પાડી પૂછપરછ કરતા તેનું નામ સુરજ જયરામ યાદવ, (તુર્ભે ગાવ વાસી મહારાષ્ટ્ર મૂળ રહે ગોંડા ઉત્તર પ્રદેશ) (અંકિત શમસેર યાદવ (રહે તુરભે ગાવ વાસી મહારાષ્ટ્ર મૂળ રહે રાય બરેલી ઉત્તરપ્રદેશ) પાસેથી બે ટુ વ્હીલર વાહનોની પણ ચોરી કરી હોવાનું કબુલાત કરી છે.

આ ચોરીમાં કબજા કરેલ મુદ્દામાલ ટાટા એસ ટેમ્પો રજીસ્ટ્રેશન નંબર MH-46-BB-4782 જેની કિંમત રૂ.1,20,000/- ,બીજી ટાટા એસ ટેમ્પો નંબર GJ-15-AV-3064 કિંમત રૂ. 3,50,000/- MRF, CAT, APPOLO, JK કંપનીના વિલ પ્લેટ સાથેના ટાયર કિંમત રૂ. 75,000/- હીરો કંપનીની સ્પ્લેનડર મોટરસાઇકલ રજીસ્ટ્રેશન નંબર GJ-15-DL-7338 કિંમત રૂ.35,૦૦૦/- હીરો સ્પેલેન્ડર રજીસ્ટ્રેશન નંબર GJ-15-AM-4683 કિંમત રૂ. 10,000/- અલગ અલગ કંપનીના ટાયર નંગ પાંચ કિંમત રૂ. 7500 /- તથા મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂ. 10,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 6,03,500/- કબજે કરેલ છે જેમાં ડુંગરા પોલીસ સ્ટેશનના બે ગુના, વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશન ના એક વાપી ટાઉન પોલીસ સ્ટેશનના બે  તથા મહારાષ્ટ્રના રાજ્યના બે ચોરીના ગુનાઓ ડિટેક થયા છે. પકડાયેલ આરોપી અંકિત શમશેર યાદવ મહારાષ્ટ્ર ખાતે અનેક ગુનાઓમાં પકડાયેલ હતા પકડાયેલ બંને આરોપીને પોલીસે અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે, પકડાયેલ આરોપીઓ મોડી રાત્રે મુંબઈ ખાતે બંધ બોડીની છોટાહાથી લઈ વહેલી સવારના વલસાડ જિલ્લા વિસ્તારના વાપી તથા ડુંગરાળ વિસ્તારમાં હાઈવે ઉપર આવી હાઈવેની નજીકમાં પાર્ક કરેલ છોટા હાથી તથા મોટરસાયકલો ટાર્ગેટ કરી આ વાહનોને છોટા હાથીમાં ચડાવી લઈ ચોરી કરી ભરત મુંબઈ જતા રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp