સુરતમાં દારુની રેલમછેલ: ધમધમતા દારૂના અડ્ડાનો સ્ટિંગ વીડિયો થયો વાયરલ

એક બાજુ ગુજરાત સરકાર દારૂબંધીના કાયદાનું કડકપણે પાલન કરવા માટે કાયદાઓ વધુને વધુ સખત બનાવતી જાય છે અને બીજી બાજુ પોલીસના નાક નીચે દારૂના અડ્ડાઓ ધમધમે છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં નજરે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સરકારના કડક કાયદાઓના લીરેલીરા આ બૂટલેગરો ઊડાવી રહ્યા છે અને કેવી રીતે ખૂલ્લેઆમ આ દારૂના અડ્ડાઓ ગાંધીના ગુજરાતમાં ધમધમી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જાણવા મળેલી માહિતી અનુસાર આ દારૂનો અડ્ડો લાલા નામનો બૂટલેગર ચલાવે છે. આ વીડિયો સુરતના સરથાણા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે ખૂલ્લેઆમ ચાલતા દારૂના વેપાર પર પોલીસ કોઈ રોક કેમ નથી લગાવતી? શું તેમણે આ અડ્ડાઓની જાણકારી નથી? શું તેમનો પણ આ વેપારમાં કોઈ હાથ છે? કે પછી તેમને હપતા પહોંચાડવામાં આવે છે તેથી તેઓ કોઈ કાર્યવાહી નથી કરતા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp