સુરતમાં આવતીકાલે આટલા વિસ્તારોમાં પાણી નહીં આવે, જાણો કેમ

PC: digitalgoa.com

સુરતના શહેરીજનોને સુરત મહાનગર પાલિકા દ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠતમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હંમેશાં સારું કામ કરતી રહી છે. તહેવારોની મૌસમ ગયા બાદ સુરત શહેરને સારું પાણી મળી રહે તે માટે એસએમસી દ્વારા અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુરતના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. 13-11-2018ના રોજ કતારગામ વોટર વર્કસ ખાતે વિવિધ મેઇન્ટેન્સની કામગીરીઓ તેમજ અંડર ગ્રાઉન્ડ ટાંકીઓની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે તેના કારણે મંગળવારના રોજ આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.

ઇસ્ટ ઝોન એટલે કે વરાછા વિસ્તારમાં બપોરના 12.30થી 4.30 કલાક સુધી સમાવિષ્ટ વિસ્તાર જેવા કે, અશ્વનીકુમાર, ફૂલપાડા, હીરાબાગ, કાપોદ્રા, કરંજ, નાનાવરાછા, લંબેહનુમાન વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહીં અથવા તો ખૂબ જ ઓછા પ્રેશરમાં મળશે.

હાઇડ્રોલિક વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર નોર્થ ઝોન એટલે કે કતારગામ વિસ્તારમાં સાંજના સપ્લાય સમય 6.30થી 11.15 માં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

સેન્ટ્રલ ઝોન ઉત્તર વિભાગના વિસ્તારમાં સાંજના સપ્લાય સમય 6.30થી 11.15 કલાક સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે અથવા તો ધીમું આવશે.

આ ઉપરાંત 14-11-18 એટલે કે બુધવારના રોજ પણ પાણીનો ફોર્સ તોડો ઓછો રહેતો હોવાથી એસએમસી દ્વારા જાહેર જનતાને પાણીનો યોગ્ય પ્રમાણમાં સંગ્રહ કરી લેવાની જાહેરાત કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp