ગુજરાતમાં આ જગ્યાએ કાર ચેકિંગમાં પેપર્સ માગતા 2 યુવાનોએ કોન્સ્ટેબલના દાંત તોડ્યા

PC: twitter.com

પારડી પોલીસની ટીમ સંધિગ્ધ વાહનોને રોકીને જરૂરી દસ્તાવેજો ચેક કરી રહી હતી. આ દરમિયાન જ પોલીસે કોલકના રહેવાસી બે યુવાનોની કારને રોકીને દસ્તાવેજો માંગ્યા હતા. આથી ગુસ્સે ભરાયેલા આ બંને યુવાનોએ પોલીસને દસ્તાવેજો બતાવવાના બદલે પોલીસ કોન્સ્ટેબલ અમીત સાથે મારામારી કરી હતી અને પછી નજીક પડેલી ઇંટથી હુમલો કરીને પોલીસ કર્મચારીના દાંત તોડી નાંખ્યા હતા.

આ ઘટના બાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી અમીતને સારવાર માટે તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. ઉદવાડા આઉટપોસ્ટના જમાદાર ઇશ્વરભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઇ મંગળવારે કલસર પાસે વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે જ એક કાર પર શંકા જતા કારને રોકવામાં આવી હતી અને કારમાં સવાર યુવાનો પાસે જરૂરી દસ્તાવેજો અને ડ્રાઇવિંગ લાઇસન્સ તપાસવા માટે માગવામાં આવ્યા હતા. ત્યારે કાર સવાર કોલક બારિયાવાડના નિવાસી યોગેશ હરિશ ટંડેલ અને જીગર હરિશ ટંડેલે દસ્તાવેજો આપવાનું રહેવા દઇને પોલીસ કોન્સ્ટેબલ અમીતને મારવાનું શરૂ કરી દીધુ હતું.

દરમિયાન જ નજીક પડેલી ઇંટ ઉઠાવીને કોન્સ્ટેબલ અમીતના મોઢા પર મારી દીધી હતી, જેના કારણે અમીતના દાંત પડી ગયા હતા. ધટના બાદ બંનેની ધરપકડ કરી, પારડી પોલીસને જાણ કરીને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ઘટનામાં ઘાયલ થયેલા પોલીસ કોન્સ્ટેબલ અમીતને સારવાર માટે CHC બાદ અક્ષર ડેન્ટલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હુમલો કરનાર યોગેશ અને જીગર વિરુદ્વ IPCની કલમ 333, 353, 186, 504, 114 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp