બીજા તબક્કામાં ક્યા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક મળશે? જાણો રિપોર્ટ

PC: khabarchhe.com

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન સાંજે પાંંચ વાગ્યે પૂરું થયું છે. મતદારોનો મુડ મોટાભાગે સત્તા વિરોધી જોવા મળે છે. મતદારો અને રાજકીય નિષ્ણાંતો સાથે થયેલી ચર્ચા અને જે તે જિલ્લાના લોકો સાથે થયેલી ચર્ચાના આધારે એવું કહી શક્ય કે લોકો વર્ષો પછી પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. અનુભવીઓ અને ચૂંટણી સાથે જોડાયેલાં લોકો કહે છે કે, બીજા તબક્કામાં પણ સત્તાધારી પક્ષ ભાજપ કરતાં પણ વધારે બેઠકો કોંગ્રેસ લઈ જશે.

પ્રથમ તબક્કામાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક મળશે, જાણો વિગતવાર...

પહેલા તબક્કામાં 49 કોંગ્રેસ અને 39 ભાજપને મળે તથા એેક બે બેઠકો તેમનાં ફેરફાર થવાની શક્યતા છે. પહેલા તબક્કાની 89 બેઠકો અને બીજા તબક્કાની 93 બેઠકો મળીને કુલ 182માંથી કોંગ્રેસને 100-104 અને ભાજપને 75-77 સુધી બેઠક મળી શકે એવો અંદાજ મુકી શકાય છે. આ બન્નેમાં મોટા ભાગે મતદારોના અભિપ્રાયો વધારે લેવાયા છે.

બેઠક કુલ સીટ કોંગ્રેસને મળતી સીટ BJPને મળતી સીટ
બનાસકાંઠા  9 6 3
પાટણ  4 2 2
મહેસાણા  7 5 2
સાબરકાંઠા  4 4 0
અરવલી  3 3 0
અમદાવાદ  21 7 14
મહીસાગર  3 3 0
પંચમહાલ  5 3 2
દાહોદ  6 4 2
વડોદરા  10 2 8
છોટાઉદેપુર  3 2 1
આણંદ  7 6 1
ખેડા  6 5 1
ગાંધીનગર  5 3 2
કુલ  93  55 38

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp