ગુજરાત મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે, જુઓ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું ગોપાલ ઈટાલીયાએ

PC: twitter.com

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી પોતાની રીતે ચૂંટણી જીતવાની રાનીનીતિ તૈયાર કરી રહી છે. છેલ્લા દાયકમાં એક પક્ષ જેણે થોડા સમયમાં જ લોકોના કામ કરીને બે રાજ્યમાં સરકાર બનાવી લીધી છે અને હાલ તેની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાની છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે અને તે માટે રાનીનીતિ પણ ઘડી દીધી છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા સાથે ખાસ વાતચીત:

પ્રશ્ન: આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી તમારી પાર્ટીની શું રણનીતિ છે?

જવાબ: આમ આદમી પાર્ટીની એક જ રણનીતિ છે સંગઠન મજબૂત કરીયે અને પરિવર્તન યાત્રાથી અરવિંદ કેજરીવાલના વિચાર ગુજરાતના ગામડે ગામડે સુધી પહોંચાડવામાં આવે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા કરેલા કાર્યને લોકો સુધી પહોંચાડી શકીયે અને લોકોમાં બદલાવ લાવવા હાકલ કરીયે.

પ્રશ્ન: લોકો હજુ સુધી આમ આદમી પાર્ટીથી આકર્ષિત નથી તે માટે આપ દ્વારા શું રણનીતિ કરવામાં આવશે?

જવાબ: આકર્ષિતતો જાદુગર કરે, મદારીને આકર્ષિત કરવાના હોય રાજનીતિમાં લોકોને વિશ્વાશ અપનાવાનો હોય છે. અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યા છે તેમજ પંજાબમાં ભગવંત માનની સરકાર જે રીતે કાર્ય કરી રહી છે તેને લીધે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ બેઠો છે.

પ્રશ્ન: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલી સીટ જીતવાની આશા છે?

જવાબ: અમે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક સીટ પર લડવાના છીએ પણ કેટલી સીટો જીતીશું એ જનતા નક્કી કરશે. અમે નો નક્કી કરી શકીયે. ગુજરાતની જનતા પર અમે છોડી દીધુ છે.

પ્રશ્ન: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમારી પાર્ટીનો શું મુદ્દો હશે?

જવાબ: ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુબ જ પરેશાન છે. ખેડૂતો માટે વીજળી, પાણી, બિયારણ અને ખાતરની અત્યંત તકલીફ છે અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રોજગારી માટે પણ ખુબ જ તકલીફ છે. શિક્ષણમાં ભાજપની સરકારે દાટ વાળી દીધો છે. આરોગ્યની વ્યવસ્થા કોરોના સમયે આપણે જોઈ કે ભાજપ સરકારની કેવી વ્યવસ્થા છે. આ મુદ્દા પર જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડશે.

પ્રશ્ન: ગુજરાતમાં આપના મુખ્યમંત્રી ઉમેદવાર કોણ? ગોપાલ ઈટાલીયા કે ઈસુદાન ગઢવી?

જવાબ: શા માટે બે માંથી જ પસંદગી? આ પ્રશ્ન જ નથી ઉદ્ભવતો કેમ કે ગુજરાતની 6 કરોડની જનતા ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરશે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના 6 કરોડ લોકોને જ ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા છે.

પ્રશ્ન: હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ વિશે તમારું મંતવ્ય?

જવાબ: આ વિશે કોઈ પણ નિવેદન ન આપ્યું હતું.

પ્રશ્ન: જો નરેશ પટેલ અને હાર્દિક પટેલ આમ આદમીમાં જોડાઈ તો આપને કેટલો ફાયદો થાય? અને જો ભાજપમાં જોડાઈ તો કેટલું નુકશાન થાય?

જવાબ: આ બાબત જો અને તો વાળી વાત છે એટલે એનો કોઈ અર્થ રહેતો નથી.

પ્રશ્ન: આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને કેટલું નુકશાન થશે?

જવાબ: આમ આદમી પાર્ટીથી કોંગ્રેસના નુકશાન કરતા જનતાને કેટલો ફાયદો થશે તે મહત્ત્વનું છે. સ્કૂલ અને દવાખાન કોણ બનાવશે એ મહત્ત્વનું છે.

હાલ આમ આદમી દ્વારા પરિવર્તન યાત્રાથી શરૂ છે અને પરિવર્તન યાત્રા બાદ જ આમ આદમી પાર્ટી ચૂંટણી માટેની નવી રણનીતિની તૈયારી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp