26th January selfie contest

વ્યાજે લીધેલા રૂ.ના બદલે સેક્સ કરવા દબાણ થતા મહિલાએ સુરત CP કચેરીએ ફિનાઇલ પીધું

PC: dainikbhaskar.com

રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જાય છે. વ્યાજખોરો લોકોની પાસેથી રૂપિયા કરતા ત્રણથી ચાર ગણી રકમની વસુલાત કરતા હોવા છતાં પણ વ્યાજે પૈસા લેનારને ત્રાસ આપીને તેની પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરે છે. આવા કિસ્સાઓમાં ઘણીવાર વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે, ત્યારે સુરતમાં એક મહિલાએ વ્યાજખોરોના આતંકના કારણે કમિશનર કચેરીની બહાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર સુરત પોલીસ કમિશનર કચેરીમાં નવસારીની એક મહિલા વ્યાજખોરોના ત્રાસ બાબતે ફરિયાદ નોંધાવવા માટે આવી હતી. ફરિયાદ કરવા આવેલી મહિલાએ કમિશનર કચેરીની બહાર એકા-એક ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ત્યાં હાજર રહેલા પોલીસકર્મીઓને જાણ થતા તેમને મહિલાને આપઘાત કરતી અટકાવી હતી. છતાં પણ મહિલા થોડી ફિનાઈલ પી ગઈ હતી. મહિલાએ ફિનાઈલ પીધી હોવાથી તેને ખાનગી વાહનમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહિલાના આપઘાતના પ્રયાસ કરવાનું કારણ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, મહિલાએ કમલેશ કહાર અને રાજેશ કહાર નામના બે ભાઈની પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. મહિલાએ અત્યાર સુધીમાં કુલ નવ લાખ રૂપિયાની રકમ બંને ભાઈઓને ચૂકવી દીધી હોવા છતાં પણ તે પૈસાની માંગણી કરતા હતા અને પૈસાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp