યુથ લીડરશીપ-યુથ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં યુવાનોએ બંધારણીય જ્ઞાન મેળવ્યું

PC: khabarchhe.com

સુરત ખાતે તા.25 થી 27 નવેમ્બર દરમિયાન સાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને આઈ.જી.એસ.એસ.એ. દ્વારા ‘યુથ લીડરશીપ-યુથ ડેવલપમેન્ટ તેમજ લીગલ અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય તાલીમમાં શહેરના વિવિધ વિસ્તાર તેમજ સામાજિક સંસ્થાઓમાંથી કુલ 40 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.

તાલીમના કુલ સાત સત્રોમાં યુવક નેતૃત્વને યુવા વિકાસ અંગે વક્તા પરેશ સાકરિયાએ માર્ગદર્શન આપ્યું હતું. સદ્દભાવના સંઘમાંથી કૃષ્ણકાંત ચૌહાણ‌એ 74મો ભારતીય બંધારણીય સુધારો તેમજ મહાનગરપાલિકાની બજેટ પ્રક્રિયા વિશે તલસ્પર્શી જાણકારી આપી હતી. એડવોકેટ કોશા રાવલ દ્વારા નિ:શુલ્ક કાનૂની સહાય અને કાયદાઓ અંગે તેમજ સુરત શહેર ટ્રાફિક બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ગોટી તથા ડિસ્ટ્રીક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી અને રોડ સેફ્ટી ટ્રેનર બ્રિજેશ વર્મા દ્વારા રોડ સેફટીના નવા મોટર વ્હીકલ (ડ્રાઈવિંગ)રેગ્યુલેશન-2017 તેમજ ટ્રાફિક નિયમો વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. માનવ અધિકાર કાર્યકર્તા અજય જાંગીડે આર.સી.પી.એસ. એક્ટ વિષે માહિતી આપી હતી.

જિલ્લા રોજગાર વિનિમય કચેરીના નાયબ નિયામક મુકેશ વસાવાએ યુવાનોને કારકિર્દી માર્ગદર્શન વિશે તેમજ જિલ્લા અને સત્ર ન્યાયાલયના એડવોકેટ વિલાસ પાટીલ એમના દ્વારા માનવ અધિકાર અને પોલીસ પ્રશાસન પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

ઉપસ્થિત યુવાનોએ તાલીમ બાદ પોતાના મંતવ્ય અને પ્રશ્નો રજૂ કરી વાર્તાલાપ કર્યો હતો. તાલીમપ્રાપ્ત યુવાન જવાબદાર અને સમાજનો શ્રેષ્ઠ નાગરિક બની રાષ્ટ્રની નિ:સ્વાર્થ સેવા કરે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યાં હતા. કાર્યક્રમના અંતે તાલીમપ્રાપ્ત યુવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

સકારાત્મક અને રચનાત્મક વિચારધારા સાથે આયોજિત ટ્રેનિંગ પ્રોગ્રામમાં નાલંદા યુવા વિકાસ મંડળનો ઉમદા સહયોગ મળ્યો હતો. સાથ સંસ્થાના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ઝૂબેર શેખના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવક આદેશ સાબળે, પ્રિયંકા પટેલ, વિજય બૈકરે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp